વાપીના ટુકવાડામાં દીપડાનો આતંક, અવધ સોસાયટીમાં CCTVમાં કેદ દૃશ્યો
વાપી, 11 એપ્રિલ (હિ.સ.) વાપી: ટુકવાડા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત અવધ સોસાયટીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોસાયટીના F5 બંગલા નજીક મોડી રાત્રે એક દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો, જેની સંપૂર્ણ હિલચાલ સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગ
અવધ સોસાયટીમાં બંગલા પાસે ફરતો દીપડો – CCTVમાંથી કેદ


વાપી, 11 એપ્રિલ (હિ.સ.) વાપી: ટુકવાડા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત અવધ સોસાયટીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોસાયટીના F5 બંગલા નજીક મોડી રાત્રે એક દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો, જેની સંપૂર્ણ હિલચાલ સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, દીપડો બંગલા અને સોસાયટીના પરિસરમાં લાંબા સમય સુધી નિર્ભયપણે ફરતો રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહીશોમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાયો છે.

દીપડાની હાજરીને લઈને સમગ્ર ટુકવાડા વિસ્તારમાં લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળવા માટે લોકો ભય અનુભવી રહ્યા છે.

ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. અધિકારીઓએ દીપડાની હિલચાલ પર કડક નજર રાખવા માટે દેખરેખ વધારી છે. સાથે જ દીપડાને ઝડપી પાડવા માટે સોસાયટી આસપાસ પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક લોકોએ વન વિભાગને વિનંતી કરી છે કે દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. હાલમાં વન વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા અને રાત્રે બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande