નવસારીમાં પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ
નવસારી, 11 એપ્રિલ (હિ.સ.): નવસારી જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા માટે રાજ્યભરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. પોલીસ મહાનિદેશકના માર્ગદર્શન હેઠળ આ અભિયાન અમલમા
Navsari


નવસારી, 11 એપ્રિલ (હિ.સ.): નવસારી જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા માટે રાજ્યભરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. પોલીસ મહાનિદેશકના માર્ગદર્શન હેઠળ આ અભિયાન અમલમાં મુકાયું છે, જેમાં નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચનાઓ અને LCBના પી.આઈ. વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત રહી હતી.

આ દરમિયાન LCB સ્ટાફને મળેલી ગુપ્ત માહિતી મુજબ વિજલપોર પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપી ભૂમિકા ઉર્ફે ભુમી મયુરભાઈ પટેલ પોતાના પારડી સ્થિત નિવાસસ્થાને હાજર હોવાનું જાણવા મળ્યું હતું. માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે દરોડો પાડી મહિલા આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને વિજલપોર પોલીસ મથકે સોંપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશનમાં LCBના પીએસઆઈ એસ.વી. આહીર, વાય.જી. ગઢવી, એમ.બી. ગામીત સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande