
નવી દિલ્હી, 14 એપ્રિલઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી અને પુથાંડુના વિશેષ અવસર પર તેમને શુભેચ્છાઓ આપી હતી.
ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને એક્સ પર કહ્યું હતું કે, આજે અહીં પ્રધાનમંત્રી મોદીને મળીને મને ખૂબ આનંદ થાય છે અને તમિલ પુથાંડુ અને બૈસાખીના શુભ પ્રસંગો પર મારી શુભેચ્છાઓ પાઠવું છું. અમે આગામી વર્ષ માટે સૌની સુખ, શાંતિ અને સુખાકારીની કામના કરીએ છીએ. અમે ચર્ચા કરી કે, કેવી રીતે તમિલ પુથાંડુ આપણા પૂર્વજોના જ્ઞાનનું પ્રદર્શન કરે છે અને પરંપરા, પરિવાર, આધ્યાત્મિકતા અને શિસ્તબદ્ધ જીવનશૈલીને એકસાથે લાવે છે. દેશભરમાં એક સાથે ઉજવવામાં આવતી આ નવા વર્ષની ઉજવણી આપણને આપણી સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાની યાદ અપાવે છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પણ જાગૃત કરે છે
પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું હતું કે, તેઓ ઉપરાષ્ટ્રપતિ થિરુ સી. પી. રાધાકૃષ્ણનને મળ્યા હતા અને પુથાંડુના વિશેષ અવસર પર તેમને શુભેચ્છાઓ આપી હતી. આગળ સારા સ્વાસ્થ્ય અને ખુશીઓથી ભરેલા વર્ષ માટે પ્રાર્થના.
હિન્દુસ્થાન સમાચાર /શ્રદ્ધા દ્વિવેદી/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ