બિહારની બાગડોર આજથી સમ્રાટ ચૌધરીના હાથમાં
પટના, નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) ના નવા નેતા સમ્રાટ ચૌધરી, આજે બિહારની બાગડોર સંભાળશે. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ચૌધરી, આજે સવારે 10.50 વાગ્યે લોકભવનમાં ભાજપના પ્ર
સમ્રાટ ચૌધરી અને નીતીશ કુમાર


પટના, નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) ના નવા નેતા સમ્રાટ ચૌધરી, આજે બિહારની બાગડોર સંભાળશે. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ચૌધરી, આજે સવારે 10.50 વાગ્યે લોકભવનમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી અને રાજ્યના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી નિતીશ કુમારના ઉત્તરાધિકારી સમ્રાટ ચૌધરીએ ગઈકાલે સાંજે રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈનને ભાજપ અને બાદમાં એનડીએ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સરકાર રચવા માટે લેખિત દાવો રજૂ કર્યો હતો.

તેમની સાથે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, જનતા દળ (યુનાઈટેડ) ના કાર્યકારી અધ્યક્ષ સંજય કુમાર ઝા, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ, જીતન રામ માંઝી, પૂર્વ મંત્રી વિજય કુમાર ચૌધરી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સંજય સરાવગી, આરએલએમઓ અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા અને એલજેપી સાંસદ અરુણ ભારતી પણ હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

રાજ્યમાં સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયા ગઈકાલે સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી. મુખ્યમંત્રી નીતીશકુમારે તેમના મંત્રીમંડળની છેલ્લી બેઠકમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ તેમના સત્તાવાર નિવાસસ્થાને ગયા હતા. ત્યાંથી તેઓ બપોરે 3.15 વાગ્યે લોકભવન ગયા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું અને સીધા તેમના નિવાસસ્થાને પરત ફર્યા. તેમની સાથે સમ્રાટ ચૌધરી, પૂર્વ સંસદીય બાબતોના મંત્રી વિજય કુમાર ચૌધરી, જનતા દળ (યુ) ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય કુમાર ઝા અને રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ પણ હતા.

ભાજપ અધ્યક્ષ નીતિન નવીન, શિવરાજ સિંહ ચૌહાણ અને બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડે, નવી દિલ્હીથી વિશેષ વિમાન દ્વારા પટના પહોંચ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી. એલ. સંતોષ, સવારે 9:30 વાગ્યે પહોંચ્યા હતા. શિવરાજ ચૌહાણ થોડા સમય માટે સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ત્યારબાદ તેઓ ભાજપ કાર્યાલય ગયા હતા. બપોરે 2:30 વાગ્યે ભાજપ કાર્યાલયમાં વિધાયક દળની બેઠક યોજાઈ હતી. નિરીક્ષક શિવરાજ સિંહ ચૌહાણની સૂચના પર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ નેતા પદ માટે સમ્રાટ ચૌધરીનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. પૂર્વ મંત્રીઓ મંગલ પાંડે, ડૉ. દિલીપ કુમાર જયસ્વાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી રેણુ દેવી અને ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ શિવરાજ સિંહ ચૌહાણે સમ્રાટ ચૌધરીને ભાજપ વિધાયક દળના નેતા જાહેર કર્યા હતા. વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં એનડીએ વિધાયક દળની સંયુક્ત બેઠક યોજાઈ હતી. અહીં નીતીશકુમારે સમ્રાટ ચૌધરીને એનડીએ વિધાયક દળના નેતા જાહેર કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર /મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande