નેપાળે, ભારત સાથેની તેની સરહદની સુરક્ષા વધારવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા
કાઠમંડુ, નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) નેપાળ સરકારે, ભારત સાથેની સરહદ પર તેની ચોવીસ કલાકની દેખરેખ વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવાનો નિર્ણય લીધો છે. ખુલ્લી સરહદને કારણે ઘૂસણખોરી, દાણચોરી, સરહદી ગુનાઓ વગેરેને રોકવા માટે સંખ્યાબંધ નિર્દેશો જારી
નેપાળના ગૃહમંત્રી


કાઠમંડુ, નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) નેપાળ સરકારે, ભારત સાથેની સરહદ પર તેની ચોવીસ કલાકની દેખરેખ વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવાનો નિર્ણય લીધો છે. ખુલ્લી સરહદને કારણે ઘૂસણખોરી, દાણચોરી, સરહદી ગુનાઓ વગેરેને રોકવા માટે સંખ્યાબંધ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

સશસ્ત્ર પોલીસ દળના પ્રવક્તા ડી.આઈ.જી. વિષ્ણુ પ્રસાદ ભટ્ટના જણાવ્યા અનુસાર, નેપાળની સરહદે આવેલા દેશના 27 જિલ્લાઓમાં ભારત સાથેની સરહદ પર 3000 વધારાના સૈનિકો તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે માહિતી આપી હતી કે, નેપાળની પૂર્વીય સરહદ ઝાપામાંથી પશ્ચિમ સરહદ કંચનપુર જિલ્લા સુધીના સરહદી જિલ્લાઓમાં ચોવીસ કલાક પેટ્રોલિંગ સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સરકાર પર્વતીય વિસ્તારોમાંથી માનવબળનું હસ્તાંતરણ કરીને નેપાળ-ભારત સરહદ પર કાયમી જમાવટ વધારવાની પણ યોજના બનાવી રહી છે.

સશસ્ત્ર પોલીસ દળના પ્રવક્તા અનુસાર, ગૃહ મંત્રાલયે સરહદી સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે સરહદી વિસ્તારમાં 100 નવા વોચ ટાવર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સરકારના નિર્દેશ બાદ આના પર પણ કામ શરૂ કરવામાં આવ્યું છે, એવું ડી.આઈ.જી. ભટ્ટે જણાવ્યું હતું.

આ ઉપરાંત નેપાળ-ભારત સરહદી વિસ્તારમાં બોર્ડર આઉટ પોસ્ટ્સ (બી.ઓ.પી.) ની સંખ્યા વધારવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે નેપાળ-ભારત સરહદ પર સશસ્ત્ર પોલીસ દળની સંખ્યા હાલની 260થી વધારીને 426 કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપી છે.

હિન્દુસ્થાન સમાચાર /પંકજ દાસ/સચિન બુધોલિયા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande