કાઠમંડુનું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, 18 મે સુધી દરરોજ 7 કલાક માટે બંધ રહેશે.
કાઠમંડુ, નવી દિલ્હી,21 એપ્રિલ (હિ.સ.) નેપાળની રાજધાની કાઠમંડુમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈમથક (ટીઆઇએ) આજથી 18 મે સુધી દરરોજ રાત્રે સાત કલાક માટે બંધ રહેશે. તેનો ઉદ્દેશ માળખાગત વિકાસ કાર્યોને ઝડપી બનાવવાનો છે. એરપોર્ટ ટર્મિનલ મેનેજમેન્ટ ડિવિઝનના
નેપાળ


કાઠમંડુ, નવી દિલ્હી,21 એપ્રિલ (હિ.સ.) નેપાળની રાજધાની કાઠમંડુમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈમથક (ટીઆઇએ) આજથી 18 મે સુધી દરરોજ રાત્રે સાત કલાક માટે બંધ રહેશે. તેનો ઉદ્દેશ માળખાગત વિકાસ કાર્યોને ઝડપી બનાવવાનો છે.

એરપોર્ટ ટર્મિનલ મેનેજમેન્ટ ડિવિઝનના વડા ઇન્દુરાજ અધિકારીના જણાવ્યા અનુસાર, પેવમેન્ટ નિર્માણ કાર્ય હાથ ધરવા માટે ટેકઓફ અને લેન્ડિંગ સહિત તમામ ફ્લાઇટ કામગીરી રાત્રે 11.45 થી સવારે 6:30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવશે. હાલમાં રનવે નજીક ટેક્સીવે પર બાંધકામ ચાલી રહ્યું છે અને માત્ર સુરક્ષાના કારણોસર એરપોર્ટને રાત્રે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવાઇમથક કચેરીએ જણાવ્યું છે કે, આ કામચલાઉ બંધ ચાલુ સુધારણા કાર્યોને ઝડપી બનાવવા માટે કરવામાં આવ્યું છે. એરલાઇન્સનોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ આ સમયગાળા દરમિયાન અસુવિધા ઘટાડવા માટે તેમના ઉડાનના સમયપત્રકમાં જરૂરી ફેરફારો કરે.

હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande