પોરબંદરના સુદામાં મંદિરે, અખાત્રીજ ચરણસ્પર્શ મહોત્સવ યોજાશે.
પોરબંદર, 15 એપ્રિલ (હિ.સ.)પોરબંદર સ્થિત વિશ્વવિખ્યાત શ્રીસુદામા મંદિરે યોજાનાર “અખાત્રીજ ચરણસ્પર્શ મહોત્સવ - 2026”ને લઈને, તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.મહંત પરિવાર દ્વારા ભક્તોને ઉત્તમ સુવિધા મળે તે માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી તા.
પોરબંદરના સુદામાં મંદિરે, અખાત્રીજ ચરણસ્પર્શ મહોત્સવ યોજાશે.


પોરબંદર, 15 એપ્રિલ (હિ.સ.)પોરબંદર સ્થિત વિશ્વવિખ્યાત શ્રીસુદામા મંદિરે યોજાનાર “અખાત્રીજ ચરણસ્પર્શ મહોત્સવ - 2026”ને લઈને, તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.મહંત પરિવાર દ્વારા ભક્તોને ઉત્તમ સુવિધા મળે તે માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી તા. 19/04/2026, રવિવારના રોજ અખાત્રીજના પાવન દિવસે વહેલી સવારે 6:00 વાગ્યાથી નિજમંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે, જે રાત્રે 8:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.

વર્ષમાં માત્ર એક જ વખત મળતા આ પવિત્ર અવસરે દેશ-વિદેશમાંથી આવનારા હજારો સુદામાભક્તોને ભગવાન શ્રી કૃષ્ણના અખંડ મિત્ર શ્રી સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો દિવ્ય લ્હાવો મળશે. પ્રાચીન કાળથી પ્રસિદ્ધ અને વિશ્વમાં એકમાત્ર એવા શ્રી સુદામા મંદિરમાં અખાત્રીજના દિવસે, ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચરણસ્પર્શ કરવાની આ અનોખી પરંપરા વર્ષોથી અવિરત ચાલુ છે.

આ વર્ષે પણ આ પવિત્ર પરંપરા જાળવી રાખવામાં આવશે. મહોત્સવને સફળ બનાવવા માટે મંદિર પરિસરમાં સફાઈ, સુરક્ષા વ્યવસ્થા, પાણી, આરોગ્ય સેવા.આ અખાત્રીજ ના પવન અવસરે તમામ સુદામાપુરી ના ભક્તજનોને, સુદામાજીના ચરણ સ્પર્શનો લ્હાવો લેવા માટે મહંત નરેન્દ્રદાસ રામાવત તથા કમલદાસ રામાવત તથા રામાવત પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande