ઇશ્વરીયા ગામે વરલી મટકાનો જુગાર રમી રહેનાર શખ્સ ઝડપાયો.
પોરબંદર, 17 એપ્રિલ (હિ.સ.)પોરબંદર એલ.સી.બી. ઈન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયાની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઈશ્વરીયા ગામ બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પ
ઇશ્વરીયા ગામે વરલી મટકાનો જુગાર રમી રહેનાર શખ્સ ઝડપાયો.


પોરબંદર, 17 એપ્રિલ (હિ.સ.)પોરબંદર એલ.સી.બી. ઈન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયાની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઈશ્વરીયા ગામ બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળેથી બ્રીજેશ વિનોદગર મેઘનાથીને વરલી મટકાના આકડા લખેલ પોકેટ ડાયરી અને રોકડા રૂ. 12,100 ઝડપી કુતિયાણા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે. આ કામગીરીમાં LCB I/C PI આર.કે. કાંબરીયા તથા ASI બટુકભાઈ વિઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, ઉદયભાઈ વરૂ, મુકેશભાઈ માવદીયા તથા HC સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા PC નટવરભાઇ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. HC જગમાલભાઈ ભારવાડીયા વિગેરે રોકાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande