
ગીર સોમનાથ 18 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન મુજબ ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પીઆઈ ડી.એમ.કાગડા, પો.સબ.ઇન્સ.રીનાબેન એસ.સુવા ની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,
દરમ્યાન તેઓને મળેલ સયુકત ખાનગી હકિકત આધારે મેડીકલ ઓફીસર હાર્દિકભાઇ હિતેન્દ્રભાઇ ગગલાણી નાઓને સાથે રાખી પ્રભાસ પાટણ સાઇન કોલોની રેઇડ કરતા શબ્બીર દાઉદભાઇ ધંધો.ડોકટરની પ્રેકટીસ રહે. પ્રભાસ પાટણ સાઇન કોલોની વાળને ગે.કા.રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી પ્રાઇવેટ દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતો હોય જે રેઇડ દરમ્યાન જુદી જુદી એલોપેથીક દવાઓ વિગેરે મેડિકલને લગત સાધન સામગ્રી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી આર્ટીકલ નંગ-૧૪ કિ.રૂ.૬,૨૦૬/ મુદામાલ સાથે પકડાઇ જતા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ