હીટવેવ (કાળઝાળ ગરમી) થી બચવા માટે શું કરવું અને શું ન કરવું?
હીટવેવ (કાળઝાળ ગરમી) થી બચવા માટે શું કરવું અને શું ન કરવું
હીટવેવ (કાળઝાળ ગરમી) થી બચવા માટે શું કરવું અને શું ન કરવું


હીટવેવ (કાળઝાળ ગરમી) થી બચવા માટે શું કરવું અને શું ન કરવું


ગોધરા, ૧૮એપ્રિલ (હિ. સ.)

હાલમાં વધી રહેલા તાપમાન અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હીટવેવના કારણે માનસિક તણાવ અને જીવનું જોખમ પણ થઈ શકે છે, તેથી તકેદારી રાખવી અનિવાર્ય છે.

હવામાનની આગાહી જાણવા માટે રેડિયો, ટીવી કે સમાચાર પત્રના સંપર્કમાં રહો.

હાઇડ્રેટેડ રહો: તરસ ન લાગી હોય તો પણ વારંવાર પાણી પીતા રહો. લસ્સી, કાંજી, લીંબુ પાણી અને છાસ જેવા ઘરે બનાવેલા પીણાંનો વધુ ઉપયોગ કરો.

પહેરવેશ: હળવા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો. બહાર નીકળતી વખતે ચશ્મા, છત્રી, ટોપી અને પગરખાંનો ઉપયોગ અવશ્ય કરો.

કામનું આયોજન: સૂર્યના સીધા પ્રકાશમાં કામ કરવાનું ટાળો. જો અનિવાર્ય હોય, તો માથા અને ચહેરા પર ભીનું કપડું રાખો. ભારે શ્રમવાળા કામ ઠંડા પહોરમાં (વહેલી સવારે અથવા સાંજે) કરવાનું આયોજન કરો.

ઘરની સુરક્ષા: ઘરને ઠંડુ રાખવા માટે પડદા અને શટરનો ઉપયોગ કરો. રાત્રે બારીઓ ખુલ્લી રાખો.

પ્રાણી-પક્ષીઓની સંભાળ: પશુ-પક્ષીઓને છાંયડામાં રાખો અને તેમને પૂરતું પાણી પીવા માટે આપો.

*શું ન કરવું? (આ બાબતોથી બચો)*

બપોરનો સમય: ખાસ કરીને બપોરે ૧૨:૦૦ થી ૦૩:૦૦ દરમિયાન સૂર્યના તાપમાં બહાર જવાનું ટાળો.

બંધ વાહનો: બાળકો કે પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા બંધ વાહનોમાં એકલા છોડશો નહીં.

ખોરાક અને પીણાં: ચા, કોફી, આલ્કોહોલ અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળો. વધુ પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક ન લેવો.

કપડાં: ઘેરા રંગના, ટાઇટ અને સિન્થેટિક કે રેશમી કપડાં પહેરવાનું ટાળો.

જો તમને સ્નાયુમાં ખેંચાણ, શરીરે ફોલ્લીઓ થવી, નબળાઈ, માથાનો દુખાવો, ઉબકા કે ખૂબ પરસેવો થવો જેવા લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વિના તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.

નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે ગરમી સામે સાવચેતી રાખે અને સુરક્ષિત રહે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande