દહેજમાં સનસનાટી જીએફએલ કંપનીમાં 3.19 કરોડના મશીનરીના સામાનની ચોરી
-પોલીસે ચોરીનો ભેદ ઉકેલી 6 શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલ્યા -ઝડપાયેલા 4 પંજાબના એક રાજસ્થાનનો અને એક દહેજનો તેમજ વોન્ટેડ ચોર ઉત્તરપ્રદેશનો છે -સાતેય ઈસમો દહેજ જીઆઈડીસીમાં મજૂરી કામ કરતા હતા પરંતુ રાતોરાત લાખોપતિ થવાની લાલસા જાગી ભરૂચ 18 એપ્રિલ (
દહેજમાં સનસનાટી જીએફએલ કંપનીમાં 3.19 કરોડના મશીનરીના સામાનની ચોરી


દહેજમાં સનસનાટી જીએફએલ કંપનીમાં 3.19 કરોડના મશીનરીના સામાનની ચોરી


દહેજમાં સનસનાટી જીએફએલ કંપનીમાં 3.19 કરોડના મશીનરીના સામાનની ચોરી


દહેજમાં સનસનાટી જીએફએલ કંપનીમાં 3.19 કરોડના મશીનરીના સામાનની ચોરી


-પોલીસે ચોરીનો ભેદ ઉકેલી 6 શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલ્યા

-ઝડપાયેલા 4 પંજાબના એક રાજસ્થાનનો અને એક દહેજનો તેમજ વોન્ટેડ ચોર ઉત્તરપ્રદેશનો છે

-સાતેય ઈસમો દહેજ જીઆઈડીસીમાં મજૂરી કામ કરતા હતા પરંતુ રાતોરાત લાખોપતિ થવાની લાલસા જાગી

ભરૂચ 18 એપ્રિલ (હિ.સ.) ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી અગ્રણી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ (GFL) કંપનીમાં થયેલી 3.19 કરોડના કિંમતી મશીનરી પાર્ટ્સની ચોરીના મામલે દહેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી છે. પોલીસે આ અધધ ચોરીના ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડી, ચોરી થયેલો તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દહેજની GFL કંપનીમાં તા. 14/04/2025 થી 15/04/2025 દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. કંપનીના સ્ટોર રૂમમાંથી મશીનરીના કિંમતી પાર્ટ્સ જેમાં મિકેનિકલ સીલ, ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ, ગાસ્કેટ અને બોલ્ટ સહિતની વસ્તુઓ મળીને કુલ રૂ. 3,19,80,000/- ના સામાનની ચોરી કરવામાં આવી હતી. આ ચોરી અંગે ફરિયાદ નોંધાતા દહેજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

દહેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.બી.ઝાલા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. પોલીસે આ ચોરીના પ્રકરણમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.ઝડપાયેલા આરોપીઓમાં વિશાલદીપસિંગ સિંઘ (રહે. પંજાબ) ,ગુરુસેવકસિંગ ગીલ (રહે. પંજાબ) ,હરવિંદરસિંગ જાટ (રહે. પંજાબ) , રાજદીપસીંગ જાટ (રહે. પંજાબ) , ભગીરથ ગુર્જર (રહે. રાજસ્થાન) ,જયદેવ પટેલ (રહે. દહેજ) અને એકને વોન્ટેડ જાહેર કર્યો છે બલવિન્દરસિગ જાટ ને ઝડપી પાડવા પોલીસે ક્વાયત હાથધરી છે.

આ તમામ આરોપીઓ મૂળ પંજાબ અને રાજસ્થાનના રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જેઓ દહેજ વિસ્તારમાં મજૂરીકામ કરતા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરવામાં આવેલી તમામ સામગ્રી જપ્ત કરી છે, જેમાં મુખ્યત્વે મિકેનિકલ સીલ, ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ, ગાસ્કેટ અને બોલ્ટ.ચોરીમાં વપરાયેલું TVS કંપનીનું વાહન (GJ-16-DB-5252).આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન કુલ મળી 3.21 કરોડનો મુદ્દામાલ મળી આવ્યો છે .

દહેજ પોલીસે અગાવના ગુના જેમાં દહેજ પોલીસ સ્ટેશન 2026 ભારતીય ન્યાય સંહીતા 2023 ની કલમ-305(a), 331(3), 331(4) મુજબ,દહેજ પોલીસ સ્ટેશન ૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા 2023 ની કલમ-303(2), મુજબ.ભરુચ રૂરલ પોલીસ સ્ટેશન 2026 ભારતીય ન્યાય સંહીતા 2023 ની કલમ-303(2), મુજબ ચાર ગુના પકડી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઇતીહાસમાં જયદેવ પટેલ દહેજ પોલીસ સ્ટેશન 2023 આઈ.પી.સી કલમ 370, 457 મુજબ,દહેજ મરીન પોલીસ સ્ટેશન 2023 આઈ.પી.સી કલમ 370, 457, 114 મુજબ ,

રાજદીપસીંગ ઉર્ફે જગ્ગા જાટ દહેજ પોલીસ સ્ટેશન 2025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2), 317(2), 54 મુજબ.

આ સમગ્ર ઓપરેશન દહેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.બી.ઝાલા અને તેમની પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 305(a), 331(3), 331(4) હેઠળ ગુનો નોંધી, પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આ આંતરરાજ્ય ચોર ટોળકીનો પર્દાફાશ કરી દીધો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande