
પોરબંદર, 17 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જીલ્લામાં આગામી સ્થાનીક સ્વરાજની ચુંટણી સબંધે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વધુ સુદ્રઢ બનાવવા સારૂ તથા ચુંટણી શાંતિમય અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જીલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા આદર્શ આચાર સહિતા અમલમાં આવેલ ત્યારથી આજદિન સુધીમાં પોરબંદર જીલ્લામાં કુલ-972 હથીયાર પરવાનેદારો પૈકી 105 પરવાનેદારોને મુક્તી આપવામાં આવેલ છે તે સિવાય કુલ-685 હથીયારો આજદિન સુધીમાં જમા કરવામાં આવેલ છે.
આ ઉપરાંત જીલ્લામાંથી તડીપાર કરવા લાયક ઇસમોની યાદી તૈયાર કરી કુલ-30 તડીપાર પ્રપોઝલ તૈયાર કરી સબ ડી.વી.મેજીસ્ટ્રેટની કચેરી ખાતે મોકલવામાં આવેલ છે. તેમજ પોરબંદર જીલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરતા ઈસમોની યાદી તૈયાર કરી કુલ-08 ઇસમો વિરૂધ્ધ પાસા પ્રપોઝલ જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરી ખાતે મોકલવામાં આવેલ છે. તે સિવાય પોરબંદર જીલ્લામાં ગુન્હાહિત પ્રવુતી સાથે સંકળાયેલ ઇસમોની યાદી તૈયાર કરી કુલ-1856 ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા, આચાર સહિતાની કડક અમલવારી સારું પ્રોહીબિશનની પ્રવૃતી કરતા ઇસમોના ઘરે પોલીસ દ્વારા રેઇડો કરી કુલ-1875 લીટર દેશી દારૂ તથા કુલ-474 ઇંગ્લીશ દારૂની બોટલો મળી કુલ રૂ.7,69,460/-રૂપીયાનો દારૂ કબ્જે કરવામાં આવેલ છે. તથા પોરબંદર પોલીસ દ્વારા કુલ-96 હિસ્ટ્રીશીટરનો ચેક કરી તેની પ્રવૃતી પર વોચ રાખવામાં આવેલ છે. તેમજ પોરબંદર જીલ્લામાં હંગામી ધોરણે ઉભી કરવામાં આવેલ કુલ-09 ચેક પોસ્ટ ઉપર સધન વાહન ચેકીંગ કરી કુલ-4172 વાહનો ચેક કરવામાં આવેલ છે. આ ઉપરાંત પોરબંદર કોર્ટ દ્વારા બીન જામીન લાયક કુલ-454 વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ જે માંથી કુલ-291 જેટલા વોરંટની બજવણી કરવામાં આવેલ છે અને બજવણી કરવા પર બાકી વોરંટ ધારકોને સત્વરે શોધી કાઢવા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે.
પોરબંદર જીલ્લામાં આજદિન સુધીમાં નાસતા-ફરતા રહેલ આરોપી પૈકી 7 આરોપીઓને પકડી પાડી અન્ય પકડવામાં બાકી રહેલ આરોપીઓને શોધી કાઢવા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે. તેમજ પોલીસ અધિક્ષક દ્વારા પોરબંદર જીલ્લામાં યોજાનાર સ્થાનીક સ્વરાજની ચુંટણી દરમ્યાન કોઈ અનિશ્ચનીય બનાવ ન બને તે માટે પ્રોહિબીશનની પ્રવૃતિને ડામવા વધુમાં વધુ સફળ રેઈડો કરી દારૂબંધીની કડક અમલવારી કરવા તેમજ સોશયલ મીડીયા પર સતત વોચ રાખી મોનીટરીંગ રાખવા તેમજ પોરબંદર જીલ્લાના સંવેદનશીલ બુથનું મોનિટરિંગ રાખવા તેમજ જીલ્લામાં સતત ડે-નાઈટ પેટ્રોલિંગ રાખી આદર્શ આચાર સહિતાની અસરકારક અમલવારી કરવા તમામ ડીવિઝન અધિકારીઓ તથા થાણા અમલદારોને સુચનાઓ આપવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya