
બોટાદ, 17 એપ્રિલ (હિ.સ.)ભાવનગર શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી મહાનગર કાર્યાલયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પક્ષના આગેવાનો, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આવનારી ચૂંટણીમાં વધુ સારા પરિણામ મેળવવા માટે વ્યૂહરચના ઘડવા અને સંગઠનને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
બેઠક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પક્ષની કામગીરી, જનસંપર્ક અભિયાન તેમજ મતદારો સુધી પહોંચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આગેવાનોએ કાર્યકરોને જણાવ્યું કે, દરેક બૂથ પર મજબૂત ટીમ ઉભી કરવી અને સ્થાનિક સ્તરે લોકોના પ્રશ્નોને સમજવા તથા તેના ઉકેલ માટે સક્રિય રહેવું અત્યંત જરૂરી છે.
આ પ્રસંગે વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે, વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને મતદારો સુધી પહોંચવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે ખાસ અભિયાન હાથ ધરવાનું પણ નક્કી કરવામાં આવ્યું.
કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. તેઓએ પક્ષના વિજય માટે પૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. બેઠકના અંતે તમામ કાર્યકરોને સંગઠનના માર્ગદર્શન મુજબ સંકલન સાથે કાર્ય કરવા અને આવનારી ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી.
આ બેઠક ભાવનગર શહેરમાં ભાજપના સંગઠનને વધુ સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT