




પોરબંદર, 17 એપ્રિલ (હિ.સ.)પોરબંદરમા મનપાની ચુંટણીનો જંગ જામ્યો છે પોરબંદરમા વોર્ડ મુજબ કાર્યાલયનો પ્રારંભ થયો છે. ત્યારે પોરબંદર મનપાના વોર્ડનં-3 ના ભાજપના ઉમેદવાર નિરવભાઈ દવે, વીણાબેન થાનકી, અરણભાઈ લાખાભાઈ કોડિયાતર અને રાંભીબેન અરભમભાઈ ઓડેદરાના કાર્યાલયનો પ્રારંભ કરવામા આવ્યો હતો કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા,જીલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, છાંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ભોજાભાઈ ખૂંટી, સુરેશભાઈ થાનકી તથા હોદેદારો, આગેવાનો અને કાર્યકરો સાથે મળીને ઘર ઘર સંપર્ક અભિયાન યોજીને ભારતીય જનતા પાર્ટીની ચારેય ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા માટે પ્રજાના આશીર્વાદ મેળવ્યાં તો અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનોએ આ વોર્ડમા પ્રચારનો પણ પ્રારંભ કર્યો હતો.
પોરબંદર શહેર અને જિલ્લા માં ચૂંટણી નો માહોલ બરાબર ગરમાયો છે. સર્વત્ર કાર્યકરો ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya