વર્લ્ડ હેરિટેજ દિવસ નિમિતે બોરતળાવ ખાતે વિશાળ સફાઈ અભિયાન.
ભાવનગર, 17 એપ્રિલ (હિ.સ.)આવતીકાલે ૧૮ એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ દિવસ નિમિતે ભાવનગર શહેરની ઐતિહાસિક ધરોહાર એવા બોરતળાવ ખાતે વિશાળ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વિવિધ સહયોગી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી આ અ
ભાવનગર


ભાવનગર, 17 એપ્રિલ (હિ.સ.)આવતીકાલે ૧૮ એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ દિવસ નિમિતે ભાવનગર શહેરની ઐતિહાસિક ધરોહાર એવા બોરતળાવ ખાતે વિશાળ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વિવિધ સહયોગી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી આ અભિયાન યોજાઈ રહ્યું છે, જેમાં શહેરના નાગરિકોને પણ ઉત્સાહપૂર્વક જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

બોરતળાવ માત્ર એક તળાવ નથી, પરંતુ ભાવનગરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું પ્રતિક છે. વર્ષોથી આ સ્થળ નાગરિકો માટે આરામ, ફરવા તેમજ પ્રકૃતિનો આનંદ માણવા માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં વધતી ગંદકી અને પ્લાસ્ટિકના કચરાના કારણે તળાવની સુંદરતા અને પર્યાવરણ પર નકારાત્મક અસર પડી રહી છે.

આ સફાઈ અભિયાનનો મુખ્ય હેતુ બોરતળાવને સ્વચ્છ અને સુંદર બનાવવાનો છે તેમજ નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. અભિયાન દરમિયાન તળાવ અને તેની આસપાસના વિસ્તારમાંથી કચરો એકત્રિત કરવામાં આવશે અને પ્લાસ્ટિક મુક્ત પરિસર બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ

શે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande