
મહેસાણા, 17 એપ્રિલ (હિ.સ.) ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી અંજુબેન વેકરીયા, પ્રદેશમંત્રી શ્રીમતી સીતાબેન પટેલ, ઊંઝાના ધારાસભ્ય શ્રી કે.કે. પટેલ તેમજ પ્રદેશ અને જિલ્લા મહિલા મોરચાના અન્ય હોદ્દેદારોએ આજે ઊંઝા માર્કેટ યાર્ડની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આગેવાનોને ઊંઝા APMCની કાર્યપ્રણાલી અને વ્યવસ્થાપન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
મુલાકાત દરમ્યાન એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે ઓળખાતા ઊંઝા APMCમાં પારદર્શક વહીવટ, સુવ્યવસ્થિત નિલામી પ્રક્રિયા અને ખેડૂતલક્ષી વિવિધ સુવિધાઓ વિશે આગેવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખેડૂતોએ પોતાના ઉત્પાદનોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કરવામાં આવતા પ્રયાસો અને આધુનિક સુવિધાઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહિલા મોરચાના આગેવાનો દ્વારા માર્કેટ યાર્ડની વ્યવસ્થાની પ્રશંસા કરવામાં આવી હતી અને ખેડૂત હિત માટે કરવામાં આવતા કાર્યને વખાણવામાં આવ્યું હતું. મુલાકાત અંતે મહિલા મોરચાના અધ્યક્ષશ્રી સહિત તમામ આગેવાનોનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR