જીસીએએસ પોર્ટલની ખામીઓ સામે એબીવીપી મહેસાણાનું વિરોધ પ્રદર્શન
મહેસાણા, 17 એપ્રિલ (હિ.સ.) ABVP મહેસાણા દ્વારા GCAS પોર્ટલમાં આવતી વિવિધ ખામીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન મહેસાણાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોર્ટલ સંબંધિત સમસ્યાઓ અંગે સરકાર સમક્ષ
GCAS પોર્ટલની ખામીઓ સામે ABVP મહેસાણાનો વિરોધ પ્રદર્શન


મહેસાણા, 17 એપ્રિલ (હિ.સ.) ABVP મહેસાણા દ્વારા GCAS પોર્ટલમાં આવતી વિવિધ ખામીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન મહેસાણાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોર્ટલ સંબંધિત સમસ્યાઓ અંગે સરકાર સમક્ષ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે GCAS પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ તેમજ પ્રવેશ પ્રક્રિયામાં આવેલી ગેરવ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે ABVP ગુજરાતે રાજ્ય સરકાર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે.

જેમા તાત્કાલિક ધોરણે GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત જો ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરવામાં આવે તો GCASને માત્ર ડેટા એકત્રીકરણ માટે મર્યાદિત રાખી પ્રવેશ પ્રક્રિયા વિશ્વવિદ્યાલય સ્તરે ડિસેન્ટ્રલાઇઝ કરવા માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ રજીસ્ટ્રેશન ફી તરીકે વસૂલવામાં આવતા 300 રૂપિયાની રકમ ઘટાડવા અથવા તેને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

ABVPએ ચેતવણી આપી હતી કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઇપણ પ્રકારનું સમાધાન સ્વીકારવામાં નહીં આવે અને જરૂર પડશે તો આ આંદોલનને વધુ વ્યાપક અને તીવ્ર બનાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande