
પોરબંદર, 17 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના રાણાવાવ તાલુકામાં રહેતા મનીષાબેન વિઠ્ઠલભાઈ ઓડેદરાએ તેમના પતિ વિઠ્ઠલભાઈ ઓડેદરાએ નાની નાની વાતમાં શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.
મનીષાબેને દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના લગ્ન આશરે 30 વર્ષ પહેલા થયા હતા લગ્નના થોડા સમય બાદ જ તેમના પતિ વિઠ્ઠલભાઈ ઓડેદરા અવાર-નવાર બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. થોડા સમય પૂર્વે રાણા વડવાળા ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેઓ પહોંચ્યા હતા ત્યાર બાદ ગત તા. 14 એપ્રિલના રોજ વિઠ્ઠલભાઇએ તેમની દીકરી સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા.જે બાબતે ફરિયાદી મનીષાબેને ઝઘડો કરવાની ના પાડતા વિઠ્ઠલભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને લાડકી વડે માર માર્યો હતો જેથી પત્ની હોસ્પિટલ પહોંચતા તબીબે મૂંઢ માર લાગ્યો હોવાની જાણ કરતા પત્નીએ સારવાર કરાવી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya