ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે સંતાન વિકાસ અંગે સર્વાંગી દૃષ્ટિકોણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર
- સેમીનારમાં વિવિધ રાજ્યોમાંથી 130 થી વધુ પ્રતિનિધિઓ સહભાગી થયા ગાંધીનગર, 18 એપ્રિલ (હિ.સ.) : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના પ્રિનેટલ કેર વિભાગ અને ટોડલર્સ એજ્યુકેશન વિભાગના સંયુક્ત ઉપક્રમેના રોજ “સંતાન વિકાસ અંગે સર્વાંગી દૃષ્ટિકોણ: ગર
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે સંતાન વિકાસ અંગે સર્વાંગી દૃષ્ટિકોણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર


- સેમીનારમાં વિવિધ રાજ્યોમાંથી 130 થી વધુ પ્રતિનિધિઓ સહભાગી થયા

ગાંધીનગર, 18 એપ્રિલ (હિ.સ.) : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના પ્રિનેટલ કેર વિભાગ અને ટોડલર્સ એજ્યુકેશન વિભાગના સંયુક્ત ઉપક્રમેના રોજ “સંતાન વિકાસ અંગે સર્વાંગી દૃષ્ટિકોણ: ગર્ભાધાન પૂર્વ અવસ્થાથી લઈને નાનાં બાળકના શિક્ષણ સુધી” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 130 વધુ પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ રાષ્ટ્રીય સેમિનારમાં વિદ્યાભારતી-અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાનના ઉપપ્રમુખ અવનીશ ભટનાગરે ગર્ભ સંસ્કાર અને શિશુ શિક્ષણના તત્ત્વચિંતન તથા માનસિક આધાર વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.

ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરૂ ડૉ.હિતેશ જાનીએ પરંપરાગત ભારતીય જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના સમન્વય પર ભાર મૂક્યો હતો. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલગુરૂ ડૉ.ટી.એસ. જોષીએ સંતાન વિકાસની સર્વાંગી સમજને વર્તમાન સમયની મોટી જરૂરિયાત ગણાવી હતી.

આ કાર્યક્રમમાં પ્રો.કમલેશ ચોકસી, ડૉ.હેતલ પટેલ, ડૉ.ઉત્પલા ખારોડ અને ડૉ.હર્ષ ઉપાધ્યાય જેવા તજજ્ઞોએ ગર્ભકાળ દરમિયાન વાર્તા, સંગીત, મંત્ર, આયુર્વેદિક પાસાઓ અને ગર્ભ સંવાદના પ્રભાવ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

આ સેમીનાર ગર્ભાધાન પૂર્વ અવસ્થાથી લઈને શિશુ તથા બાળ વિકાસ સુધીના વિષયોને સર્વાંગી દૃષ્ટિકોણથી સમજાવતું મહત્વપૂર્ણ શૈક્ષણિક અને ભારતીય જ્ઞાન પરંપરા તથા આધુનિક વિજ્ઞાનના સુમેળ દ્વારા સંતાન વિકાસની દિશામાં નવી રાહ ચીંધનારો સાબિત થયો હતો.

આ કાર્યક્રમમાં સંશોધન પત્ર પ્રસ્તુતિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક વાતાવરણ પૂરું પાડ્યું હતું. સમાપન સત્રમાં ડૉ. વૃન્દન જયસવાલ દ્વારા સેમિનારનો અહેવાલ રજૂ કર્યો હતો અને રાજ્ય મોડલ આયુર્વેદ મહાવિદ્યાલય, કોલાવડાના ઉપ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. ફાલ્ગુન પટેલનું પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું હતું. ડૉ.સુનીલ જાદવ દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રજ્વલન અને યુનિવર્સિટી ગીત સાથે કરવામાં આવ્યું હતું. ટોડલર્સ એજ્યુકેશનના વિભાગાધ્યક્ષ ડૉ. રૂપમ ઉપાધ્યાયે સેમિનારની રૂપરેખા જ્યારે પ્રિનેટલ કેયરના વિભાગાધ્યક્ષ પ્રો. રાકેશ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande