ગુજરાતમાં રવિ-સોમ અને મંગળવારે માવઠું થવાની આગાહી,આજે અનેક શહેરોનું વાતાવરણ વાદળછાયું રહી શકે
અમદાવાદ,18 એપ્રિલ (હિ.સ.) ગુજરાતના હવામાનમાં કેટલાક ફેરફારો થવાની આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે, જેમાં માવઠાના વરસાદની સંભાવનાઓ ત્રણ દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગે તાપમાનમાં હવામાન કોઈ મોટા ફે
weather in many cities may remain cloudy today


અમદાવાદ,18 એપ્રિલ (હિ.સ.) ગુજરાતના હવામાનમાં કેટલાક ફેરફારો થવાની આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે, જેમાં માવઠાના વરસાદની સંભાવનાઓ ત્રણ દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગે તાપમાનમાં હવામાન કોઈ મોટા ફેરફારો નહીં થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. રાજ્યમાં ગરમીનો પારો માર્ચમાં સામાન્ય રહ્યો હતો, પરંતુ એપ્રિલની મધ્ય સુધીમાં ગરમીના જોરમાં વધારો થયો છે.

રાજ્યના સુરત સિવાય અન્ય જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 6 શહેરોમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચી ગયો છે. રાજકોટને પાછળ છોડીને સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં સુરતના મહત્તમ તાપમાનમાં 4°Cનો વધારો નોંધાયો છે, જ્યારે ભાવનગરમાં 2°Cનો વધારો થયો છે. બીજી તરફ, ગાંધીનગર અને રાજકોટના તાપમાનમાં 1°Cનો ઘટાડો નોંધાયો છે.

19 થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને પગલે વિવિધ શહેરોમાં તાપમાન 2થી 4 ડિગ્રી ઘટી શકે છે.

આજે અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર-પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે-સાથે, દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિમી ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. ટતેમજ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે.

વરસાદની આગાહી મુજબ, 19થી 21 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. માછીમારો માટે રાહતની વાત એ છે કે, આગામી પાંચ દિવસ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ વચ્ચે રહેવાની સંભાવના છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande