રાજ્યપાલનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત જિલ્લા કલેકટર તથા યુનિવર્સિટીના કુલપતિ મહાનુભાવોએ સ્વાગત કર્યું
સોમનાથ,18 એપ્રિલ (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, રાજ્યપાલ જૂનાગઢ ખાતે આયોજિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ પદવીદાન સમારોહ અને એજ્યુકેશન ફેસ્ટિવલ -2026 માં સહભાગી થવા આવ્
રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીનું કેશોદ એરપોર્ટ ખાતે


સોમનાથ,18 એપ્રિલ (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, રાજ્યપાલ જૂનાગઢ ખાતે આયોજિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ પદવીદાન સમારોહ અને એજ્યુકેશન ફેસ્ટિવલ -2026 માં સહભાગી થવા આવ્યા હતા.

કેશોદ એરપોર્ટ ખાતે રાજ્યપાને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી .પટેલ, રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેકટર વંદના મીણા સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande