RTE પ્રવેશ માટે મોટી રાહત: ઓનલાઈન અરજીની તારીખ હવે 23 એપ્રિલ સુધી લંબાઈ
કચ્છ, 18 એપ્રિલ (હિ.સ.) : શિક્ષણ ક્ષેત્રમાં નબળા અને વંચિત વર્ગના બાળકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અધિનિયમ-2009 હેઠળ ધોરણ-1માં મફત શિક્ષણ માટેની પ્રવેશ પ્રક્રિયામાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે માતા-પિતાને અર
RTE


કચ્છ, 18 એપ્રિલ (હિ.સ.) : શિક્ષણ ક્ષેત્રમાં નબળા અને વંચિત વર્ગના બાળકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અધિનિયમ-2009 હેઠળ ધોરણ-1માં મફત શિક્ષણ માટેની પ્રવેશ પ્રક્રિયામાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે માતા-પિતાને અરજી કરવા માટે વધુ સમય મળ્યો છે.

સરકાર દ્વારા દર વર્ષે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા સીટો નબળા અને વંચિત જૂથના બાળકો માટે અનામત રાખવામાં આવે છે. આ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં પહેલા અરજી કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2026 સુધી નક્કી કરવામાં આવી હતી.

પરંતુ અનેક વાલીઓ તરફથી મળેલ પ્રતિસાદ અને તકનીકી તેમજ દસ્તાવેજ સંબંધિત મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે આ સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે માતા-પિતા 23 એપ્રિલ 2026 (ગુરુવાર) સુધી સત્તાવાર વેબપોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.

આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં રહેતા વાલીઓને મોટી રાહત મળશે, જેમને સમયસર દસ્તાવેજો એકત્રિત કરવામાં અથવા ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. શિક્ષણ વિભાગે વાલીઓને વિનંતી કરી છે કે તેઓ નવી સમયમર્યાદાનો લાભ લઈ સમયસર અરજી પૂર્ણ કરે.

RTE અંતર્ગત પ્રવેશ બાળકોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ તક છે, જે તેમને ગુણવત્તાસભર શિક્ષણ સાથે વિકાસના સમાન અવસર આપે છે. તેથી તમામ પાત્ર વાલીઓને આ તકનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande