સુરતમાં ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો, પોલીસ તપાસ શરૂ
સુરત, 18 એપ્રિલ (હિ.સ.) : સુરતના વરાછા વિસ્તારમાં એક 26 વર્ષીય યુવક દ્વારા આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે, જેને કારણે સ્થાનિકોમાં ચકચાર ફેલાઈ ગઈ છે. અશ્વિનીકુમાર રોડ પાસે રહેતા નિખિલ વસાવે નામના યુવકએ પોતાના રહેણાંક સ્થાને ગળેફાંસો ખાઈ જીવનનો અ
Hanging


સુરત, 18 એપ્રિલ (હિ.સ.) : સુરતના વરાછા વિસ્તારમાં એક 26 વર્ષીય યુવક દ્વારા આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે, જેને કારણે સ્થાનિકોમાં ચકચાર ફેલાઈ ગઈ છે. અશ્વિનીકુમાર રોડ પાસે રહેતા નિખિલ વસાવે નામના યુવકએ પોતાના રહેણાંક સ્થાને ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવ્યો હતો. આ બનાવ મોડી રાત્રે ત્યારે બહાર આવ્યો, જ્યારે તેના મિત્રો ઘરે પહોંચ્યા.

માહિતી અનુસાર, નિખિલ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હતો અને સુરતમાં એમ્બ્રોડરીના કામ દ્વારા ગુજરાન ચલાવતો હતો. ઘટનાના સમયે તેણે ઘરમાં રહેલી ગેસ સિલિન્ડર ઉપર ચડીને ઉપરના લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી લીધો હતો. મિત્રો જ્યારે ઘરે આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હોવાથી શંકા ઊભી થઈ, અને અંતે દરવાજો તોડી અંદર જતા નિખિલને લટકતી હાલતમાં જોઈ તેઓ ચોંકી ઉઠ્યા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આત્મહત્યાના કારણ અંગે તપાસ ચાલુ છે.

--------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande