કેન્યાના કેફર લુમ્બાસીએ, સાતમી ચંદ્રશેખર હાફ મેરેથોનની ટ્રોફી જીતી
બલિયા (ઉત્તર પ્રદેશ), નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.) ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની સ્મૃતિમાં રવિવારે આયોજિત, સાતમી ચંદ્રશેખર હાફ મેરેથોન (21 કિલોમીટર)ની સવા લાખ રૂપિયાની ઈનામી રકમની ટ્રોફી કેન્યાના દોડવીર કેફર લુમ્બાસીએ જીતી લીધી છે. પ્રયાગરાજના સચ
ીોસૂ


બલિયા (ઉત્તર પ્રદેશ), નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.) ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની સ્મૃતિમાં રવિવારે આયોજિત, સાતમી ચંદ્રશેખર હાફ મેરેથોન (21 કિલોમીટર)ની સવા લાખ રૂપિયાની ઈનામી રકમની ટ્રોફી કેન્યાના દોડવીર કેફર લુમ્બાસીએ જીતી લીધી છે. પ્રયાગરાજના સચિન યાદવે દ્વિતીય અને કેન્યાના કેબિછી વાઈઝલીએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું.

આ મેરેથોનમાં ભાગ લેવા માટે 730 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. તમામ ખેલાડીઓ સવારે છ વાગ્યે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પહોંચ્યા હતા. પટપર પચખોરા ખાતે મેરેથોનને સાંસદ નીરજ શેખર અને ભાજપના જિલ્લા પ્રમુખ સંજય મિશ્રાએ લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. કેન્યાના દોડવીરોએ શરૂઆતથી જ સરસાઈ જાળવી રાખી હતી. 240 નંબરની જર્સી પહેરેલા કેન્યાના કેફર લુમ્બાસીએ 59 મિનિટ પાંચ સેકન્ડમાં પોતાની દોડ પૂરી કરી હતી. કેન્યાના દોડવીર કેફર લુમ્બાસીએ પચખોરામાં સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને વીર લોરિક સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ફિનિશ લાઇન સુધી સતત સરસાઈ જાળવી રાખી હતી. જોકે, પ્રયાગરાજના સચિન યાદવે પણ કેન્યાના દોડવીરનો સાથ છોડ્યો ન હતો. તેમણે શરૂઆતથી જ કેફરને પછાડવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી, પરંતુ માત્ર 32 સેકન્ડથી પાછળ રહીને દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.

230 નંબરની જર્સી પહેરેલા સચિન યાદવે પોતાની દોડ 59 મિનિટ 37 સેકન્ડમાં પૂરી કરી. કેન્યાના જ કેબિછી વાઈઝલીએ ત્રીજું સ્થાન મેળવ્યું. કેબિછીએ એક કલાક 53 સેકન્ડમાં દોડ પૂરી કરી. 270 નંબરના દોડવીર વારાણસીના અનિલ પટેલે ચોથું સ્થાન, 271 નંબરના દોડવીર વારાણસીના જુગનુ કુમારે પાંચમું સ્થાન, 269 નંબરના દોડવીર વારાણસીના અભિષેક પ્રજાપતિએ છઠ્ઠું સ્થાન, 244 નંબરના કેન્યાના ચેપકે વાંગે સાતમું સ્થાન, 153 નંબરના દોડવીર બલિયાના સોનુ કુમાર રાજભરે આઠમું સ્થાન, 172 નંબરના દોડવીર બલિયાના નીતીશ કુમારે નવમું સ્થાન અને 703 નંબરના દોડવીર મધ્ય પ્રદેશના મઉગંજના પંકજ પટેલે દસમું સ્થાન મેળવ્યું હતું. પંકજ પટેલે પોતાની દોડ એક કલાક સાત મિનિટ અને પંદર સેકન્ડમાં પૂરી કરી હતી. ફિનિશિંગ લાઇન સુધી પહોંચેલા વારાણસીના કુશ કુમારે એક કલાક 15 મિનિટ 23 સેકન્ડમાં દોડ પૂરી કરી. અંદાજે દોઢસો જેટલા ખેલાડીઓ ફિનિશ લાઇન સુધી પહોંચી શક્યા હતા.

પ્રથમ વિજેતા કેન્યાના કેફર લુમ્બાસીને એક લાખ 25 હજાર, દ્વિતીય વિજેતા સચિન યાદવને 65 હજાર અને ત્રીજા સ્થાને રહેલા કેન્યાના કેબિછી વાઈઝલીને 35 હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સ્ટેડિયમમાં પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં જ્ઞાનકુંજ બંશી બજારના વિદ્યાર્થીઓએ પોતાની સંગીતમય પ્રસ્તુતિથી રંગ જમાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / નીતુ તિવારી / મહેશ પટેલિયા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande