હોકી ઈન્ડિયાએ, સીનિયર પુરૂષ રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માટે 36 ખેલાડીઓની પસંદગી કરી
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.). હોકી ઈન્ડિયાએ, આગામી આંતરરાષ્ટ્રીય સત્રની તૈયારીઓના ભાગરૂપે સીનિયર પુરૂષ રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માટે 36 સભ્યોની સંભવિત ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ કેમ્પ 20 એપ્રિલ થી 9 મે સુધી બેંગલુરુના ભારતીય રમતગમત સત્તામંડળ (સા
ભારતીય હોકી ટીમ


નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.). હોકી ઈન્ડિયાએ, આગામી આંતરરાષ્ટ્રીય સત્રની તૈયારીઓના ભાગરૂપે સીનિયર પુરૂષ રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માટે 36 સભ્યોની સંભવિત ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ કેમ્પ 20 એપ્રિલ થી 9 મે સુધી બેંગલુરુના ભારતીય રમતગમત સત્તામંડળ (સાઈ) કેન્દ્રમાં યોજવામાં આવશે.

આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ટીમના તાલમેલને મજબૂત કરવાનો, ખેલાડીઓની ફિટનેસ અને વ્યૂહાત્મક તૈયારીઓને બહેતર બનાવવાનો છે. આગામી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય સમયપત્રકને ધ્યાનમાં રાખીને ટીમ સંયોજન, લય અને પ્રદર્શનમાં સાતત્ય લાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ટીમે એફઆઈએચ પ્રો લીગ, વર્લ્ડ કપ અને એશિયન ગેમ્સ જેવી મોટી ટુર્નામેન્ટો માટે તૈયારી કરવાની છે.

ગોલકીપિંગ વિભાગમાં અનુભવી કૃષ્ણ બહાદુર પાઠક, સૂરજ કરકેરા અને પવનની સાથે યુવા પ્રતિભાઓ મોહિત હોન્નેનહલ્લી શશિકુમાર અને પ્રિન્સદીપ સિંહને તક આપવામાં આવી છે. સંરક્ષણ પંક્તિમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ અને અમિત રોહિદાસ જેવા અનુભવી ખેલાડીઓની સાથે જર્મનપ્રીત સિંહ, જુગરાજ સિંહ, સંજય અને સુમિત સામેલ છે. આ ઉપરાંત પૂવન્ના ચંદૂરા બોબી, યશદીપ સિવાચ, નીલમ સંજીપ જેસ અને અમનદીપ લાકડા જેવા યુવા ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે.

મિડફિલ્ડમાં મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ અને વિવેક સાગર પ્રસાદ જેવા અગ્રણી ખેલાડીઓ ટીમની કમાન સંભાળશે. તેમની સાથે રાજીન્દર સિંહ, મનમીત સિંહ, મોઈરાંગથેમ રબીચંદ્ર સિંહ, વિષ્ણુ કાંત સિંહ, રાજ કુમાર પાલ, નીલકાંત શર્મા અને રોશન કુજૂરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફોરવર્ડ લાઈનમાં મનદીપ સિંહ, દિલપ્રીત સિંહ, અભિષેક અને સુખજીત સિંહ જેવા અનુભવી ખેલાડીઓની સાથે શિલાનંદ લાકડા, અરાઈજીત સિંહ હુંડાલ, અંગદ બીર સિંહ, ઉત્તમ સિંહ, સેલ્વમ કાર્તિ, આદિત્ય અર્જુન લાલગે અને મનિન્દર સિંહને તક આપવામાં આવી છે.

પસંદ કરાયેલા ખેલાડીઓ

ગોલકીપર: કૃષ્ણ બહાદુર પાઠક, પવન, સૂરજ કરકેરા, મોહિત હોન્નેનહલ્લી શશિકુમાર, પ્રિન્સદીપ સિંહ

ડિફેન્ડર: અમિત રોહિદાસ, જર્મનપ્રીત સિંહ, સંજય, હરમનપ્રીત સિંહ, જુગરાજ સિંહ, સુમિત, પૂવન્ના ચંદૂરા બોબી, યશદીપ સિવાચ, નીલમ સંજીપ જેસ, અમનદીપ લાકડા

મિડફિલ્ડર: રાજીન્દર સિંહ, મનમીત સિંહ, હાર્દિક સિંહ, મોઈરાંગથેમ રબીચંદ્ર સિંહ, વિવેક સાગર પ્રસાદ, વિષ્ણુ કાંત સિંહ, રાજ કુમાર પાલ, નીલકાંત શર્મા, રોશન કુજૂર, મનપ્રીત સિંહ

ફોરવર્ડ: અભિષેક, સુખજીત સિંહ, શિલાનંદ લાકડા, મનદીપ સિંહ, અરાઈજીત સિંહ હુંડાલ, અંગદ બીર સિંહ, ઉત્તમ સિંહ, સેલ્વમ કાર્તિ, આદિત્ય અર્જુન લાલગે, મનિન્દર સિંહ, દિલપ્રીત સિંહ.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande