લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2026: કાર્લોસ અલ્કરાઝ અને આર્યના સબાલેન્કા બન્યા વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી
મેડ્રિડ, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) પ્રતિષ્ઠિત લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2026માં ટેનિસ ખેલાડીઓનું પ્રભુત્વ જોવા મળ્યું. સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કરાઝ અને બેલારુસની આર્યના સબાલેન્કાને અનુક્રમે પુરુષ અને મહિલા વર્ગમાં ‘વર્ષના
કાર્લોસ અલ્કરાઝ અને બેલારુસની આર્યના સબાલેન્કા


મેડ્રિડ, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) પ્રતિષ્ઠિત લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2026માં ટેનિસ ખેલાડીઓનું પ્રભુત્વ જોવા મળ્યું. સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કરાઝ અને બેલારુસની આર્યના સબાલેન્કાને અનુક્રમે પુરુષ અને મહિલા વર્ગમાં ‘વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી’ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

અલ્કરાઝે ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન જેવા બે ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતીને વર્ષનો અંત વિશ્વ નંબર-1 તરીકે કર્યો. બીજી તરફ, સબાલેન્કાએ સમગ્ર સીઝનમાં શાનદાર પ્રદર્શન કરતા અનેક મોટી ટુર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવ્યું.

આ સમારોહની યજમાની નોવાક જોકોવિચ અને એલીન ગૂ દ્વારા કરવામાં આવી હતી. લોરિયસ એવોર્ડ્સની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી અને તેને રમત જગતના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાં ગણવામાં આવે છે.

- લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2026ના મુખ્ય વિજેતા

વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી: કાર્લોસ અલ્કારાઝ

વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી: આર્યના સબાલેન્કા

વર્ષની સર્વશ્રેષ્ઠ ટીમ: પેરિસ સેન્ટ જર્મન

વર્ષનો ઉભરતો ખેલાડી: લેન્ડો નોરિસ

વર્ષનું સર્વશ્રેષ્ઠ પુનરાગમન: રોરી મેકઈલરોય

વર્ષનો સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડી: લેમિન યામાલ

સ્પોર્ટિંગ ઈન્સ્પિરેશન એવોર્ડ: ટોની ક્રોસ

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande