
પેરિસ, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.). વર્તમાન ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝે સંકેત આપ્યા છે કે, તે તેના કાંડાની ગંભીર ઈજાના કારણે આ વર્ષની ફ્રેન્ચ ઓપન (રોલાં ગેરોં) માં ભાગ નહીં પણ લે. 22 વર્ષીય સ્પેનિશ ખેલાડીએ કહ્યું છે કે તે ઉતાવળમાં વાપસી કરવાને બદલે સંપૂર્ણ રીતે ફિટ થઈને પરત ફરવા માંગે છે.
અલ્કારાઝને ગયા અઠવાડિયે બાર્સેલોના ક્લે-કોર્ટ ટૂર્નામેન્ટમાંથી હટી જવું પડ્યું હતું, જ્યારે એક રિટર્ન રમતી વખતે તેના કાંડામાં સમસ્યા આવી હતી. બાદમાં તપાસમાં ઈજા અપેક્ષા કરતાં વધુ ગંભીર હોવાનું જણાયું હતું. આ પછી તેણે મેડ્રિડ ઓપનમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે, જેના કારણે 18 મેથી શરૂ થનારી રોલાં ગેરોંમાં તેના રમવા અંગેની શંકા વધુ ઘેરી બની છે.
સોમવારે એક સમારોહ દરમિયાન તેણે કહ્યું, હું ઉતાવળમાં પાછા ફરીને પોતાની જાતને વધુ નુકસાન પહોંચાડવાને બદલે, થોડો મોડો પણ સંપૂર્ણ ફિટ થઈને વાપસી કરવાનું પસંદ કરીશ.
તેણે આગળ કહ્યું, મારી કારકિર્દી હજુ લાંબી છે. જો હું આ રોલાં ગેરોંમાં મારી જાત પર વધુ દબાણ કરીશ, તો તેની અસર આગળની ટૂર્નામેન્ટો પર પડી શકે છે.
નોંધનીય છે કે, યાનિક સિનર સામે મોન્ટે કાર્લો માસ્ટર્સ ફાઈનલમાં હાર્યા બાદ, અલ્કારાઝે વર્લ્ડ નંબર-1 રેન્કિંગ ગુમાવી દીધું હતું. જોકે, આ પહેલા તેણે ક્લે કોર્ટ પર સતત 17 મેચ જીતી હતી અને ગત સીઝનમાં રોમ અને રોલાં ગેરોંના ખિતાબ પોતાના નામે કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ