ઇસ્લામાબાદમાં રાજદ્વારી હલચલ તેજ, રાવલપિંડીમાં ખૂણેખૂણે કડક
ઇસ્લામાબાદ, નવી દિલ્હી,19 એપ્રિલ (હિ.સ.) પાકિસ્તાનની સંઘીય રાજધાની ઇસ્લામાબાદમાં, વધી રહેલી રાજદ્વારી ગતિવિધિઓને કારણે રાવલપિંડી જિલ્લા વહીવટીતંત્રે વ્યાપક સુરક્ષા યોજનાને આખરી ઓપ આપતા કડક નિયંત્રણોની જાહેરાત કરી છે. રાવલ
પાકિસ્તાન


ઇસ્લામાબાદ, નવી દિલ્હી,19 એપ્રિલ (હિ.સ.)

પાકિસ્તાનની સંઘીય રાજધાની ઇસ્લામાબાદમાં, વધી રહેલી રાજદ્વારી ગતિવિધિઓને કારણે

રાવલપિંડી જિલ્લા વહીવટીતંત્રે વ્યાપક સુરક્ષા યોજનાને આખરી ઓપ આપતા કડક

નિયંત્રણોની જાહેરાત કરી છે. રાવલપિંડીના વરિષ્ઠ પોલીસ અધિકારી ખાલિદ હમદાનીએ આ

વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે,” નવા નિયંત્રણો આજે રાત્રે 12 વાગ્યાથી અમલમાં

આવશે.”

દુનિયા ન્યૂઝના અહેવાલ મુજબ,”ખાલિદ હમદાનીના

અધ્યક્ષપદે મળેલી મહત્વની બેઠકમાં હાલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં

આવી હતી. આ બેઠકમાં રાવલપિંડીના તમામ પોલીસ સ્ટેશનોના ઇન્ચાર્જ પણ હાજર રહ્યા હતા.”

અધિકારીઓએ જણાવ્યું હતું કે,” સમગ્ર જિલ્લામાં સશસ્ત્ર પોલીસ નાકાબંધી કરવામાં

આવશે. સંપૂર્ણ તપાસ અને માન્ય ઓળખ પત્ર બતાવ્યા વગર કોઈપણ વ્યક્તિને શહેરમાં

પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.”

આ વ્યાપક નિયંત્રણો હેઠળ રાવલપિંડી શહેરમાં જાહેર પરિવહન

સંપૂર્ણપણે સ્થગિત રહેશે. તમામ આંતર-શહેર પરિવહન ટર્મિનલ અને બસ સ્ટેન્ડ મુસાફરો

માટે બંધ રહેશે. આ ઉપરાંત શહેરની હદમાં ભારે વાહનોની અવરજવર પર પણ સખત પ્રતિબંધ

રહેશે. નિયંત્રણોના સમયગાળા દરમિયાન તમામ નાના-મોટા બજારોને બંધ રાખવાનો આદેશ

આપવામાં આવ્યો છે. આખા શહેરમાં પેટ્રોલ પંપ પણ મધ્યરાત્રિથી પોતાની કામગીરી બંધ

કરી દેશે.

અધિકારીઓએ સંકેત આપ્યો છે કે, આ પગલાં ઇસ્લામાબાદમાં ચાલી

રહેલી રાજદ્વારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા એક સંકલિત સુરક્ષા પ્રતિભાવનો ભાગ છે, જેના હેઠળ સમગ્ર

વિસ્તારના મુખ્ય સ્થળો પર કાયદા અમલીકરણ એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

આ સુરક્ષા યોજનામાં દેખરેખ અને અમલીકરણના અનેક સ્તરો સામેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande