
પાટણ, 02 એપ્રિલ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે નહેર રોડ પર આવેલું શ્રી દશામાતા મંદિર ઠાકોર પરિવારો સહિત તમામ સમાજ માટે આસ્થા કેન્દ્ર છે. છેલ્લા ૧૧ વર્ષથી દિનેશભાઈ સદાજી ઠાકોર અને ભક્તો દ્વારા દર ચૈત્રી પૂનમે અહીં યજ્ઞ યોજાય છે.
આ વર્ષે ગુરુવારે ચૈત્રી પૂનમ નિમિત્તે ચંડી યજ્ઞનું આયોજન થયું, જેમાં બહાદુરસિંહ ભીખુજી રાઠોડ યજમાન રહ્યા અને પંડિત અજીતભાઈ દવે દ્વારા વિધિપૂર્વક યજ્ઞ સંપન્ન કરાયો. મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને યજ્ઞનો લાભ લીધો.
યજ્ઞ બાદ ગામની કુંવાસીઓ અને શાળાના બાળકો માટે ભોજન પ્રસાદ આપવામાં આવ્યો. સાથે જ રામદેવપીર મંદિરે સેવાળા ગામની ભજન મંડળી દ્વારા ભજન-કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ