અંકલેશ્વરમાં બે દિવસ ભાજપ સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષકોના ધામાં
-પ્રણાલી મુજબ ટીકીટ વાંચ્છુકો ઉમટ્યા, પાર્ટીએ પ્રક્રિયા શરૂ કરી -પાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકો માટે દાવેદારોનો જમાવડો જોવા મળ્યો ભરૂચ 02 એપ્રિલ (હિ.સ.) અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા
અંકલેશ્વરમાં બે દિવસ ભાજપ સેન્સ પ્રક્રિયા માટે  નિરીક્ષકોના ધામાં


અંકલેશ્વરમાં બે દિવસ ભાજપ સેન્સ પ્રક્રિયા માટે  નિરીક્ષકોના ધામાં


અંકલેશ્વરમાં બે દિવસ ભાજપ સેન્સ પ્રક્રિયા માટે  નિરીક્ષકોના ધામાં


અંકલેશ્વરમાં બે દિવસ ભાજપ સેન્સ પ્રક્રિયા માટે  નિરીક્ષકોના ધામાં


અંકલેશ્વરમાં બે દિવસ ભાજપ સેન્સ પ્રક્રિયા માટે  નિરીક્ષકોના ધામાં


-પ્રણાલી મુજબ ટીકીટ વાંચ્છુકો ઉમટ્યા, પાર્ટીએ પ્રક્રિયા શરૂ કરી

-પાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકો માટે દાવેદારોનો જમાવડો જોવા મળ્યો

ભરૂચ 02 એપ્રિલ (હિ.સ.) અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

અંકલેશ્વરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા જોરશોરથી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષકોની પેનલ દ્વારા સંભવિત ઉમેદવારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી.

નિરીક્ષક મંડળમાં દાહોદના ઈશાન સોની, ગોધરાના નરેન્દ્ર સોની અને ખેડાના મયુર સુથારનો સમાવેશ થાય છે. જિલ્લા મહામંત્રી પરેશ પટેલ,અલ્પેશ પટેલ ,રાહુલ વામજા ,ભાવના પંચાલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે નિરીક્ષકો દ્વારા અંકલેશ્વર નગરપાલિકા તેમજ ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના દાવેદારોને અલગ અલગ રીતે સાંભળવામાં આવ્યા હતા.

ઉમેદવારોએ તેમના બાયોડેટા સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ઝઘડિયા જિલ્લા પંચાયત ત્રણ બેઠક માટે 33 અને તાલુકા પંચાયત 78,વાલિયા જિલ્લા પંચાયત ત્રણ બેઠક માટે 27 અને તાલુકા પંચાયત 48 જ્યારે નેત્રંગ જિલ્લા પંચાયત ત્રણ બેઠક માટે 25

તાલુકા પંચાયતમાં ઉમેદવારી કરવા 50 જેટલા મુરતિયા આવ્યા હતા. આવી જ રીતે અંકલેશ્વર નગરપાલિકામાંથી 36 ઉમેદવારો આવી તેમની રજૂઆત કરી હતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ચૂંટણી 2026 ની જોરશોરથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે.

અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ઉમેદવારોની આવતીકાલે સેન્સ લેવાશે. ઉમેદવારોએ પોતાની કામગીરી, લોકપ્રિયતા અને જીતવાની સંભાવનાઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોના નામો અને અભિપ્રાયો પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જેના આધારે અંતિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande