પરવત પાટીયામાં બસની ટક્કરથી 60 વર્ષીય વેપારીનું મોત, સીસીટીવી માં ભયાનક દ્રશ્યો કેદ
સુરત, 03 એપ્રિલ (હિ.સ.): સુરતના પરવત પાટીયા વિસ્તારમાં હનુમાન મંદિર નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં મધ્યપ્રદેશ રાજ્ય પરિવહનની બસે મોપેડને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં સમ્રાટ ટાઉનશીપમાં રહેતા અને કેમિકલનો વ્યવસાય કરતા 60 વર્ષીય ગજેન્દ
Surat


સુરત, 03 એપ્રિલ (હિ.સ.): સુરતના પરવત પાટીયા વિસ્તારમાં હનુમાન મંદિર નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં મધ્યપ્રદેશ રાજ્ય પરિવહનની બસે મોપેડને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં સમ્રાટ ટાઉનશીપમાં રહેતા અને કેમિકલનો વ્યવસાય કરતા 60 વર્ષીય ગજેન્દ્રકુમાર જૈનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે તેમના સાથે સવાર મિત્ર ચંદ્રપ્રકાશ જૈન ગંભીર રીતે ઘાયલ થયા છે.

અકસાનનો ભયાનક દૃશ્ય નજીકના CCTV કેમેરામાં કેદ થયો છે. વીડિયોમાં દેખાય છે કે, બસની જોરદાર ટક્કર લાગતા ગજેન્દ્રકુમાર લગભગ 5 ફૂટ દૂર ઉછળી રોડ પર પટકાયા હતા. તેમને માથામાં ગંભીર ઇજા પહોંચી અને ભારે રક્તસ્રાવ થયો હતો, જ્યારે મોપેડ બસના આગળના ટાયર પાસે ફસાઈ ગઈ હતી.

અકસાન બાદ બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે ગજેન્દ્રકુમારને મૃત જાહેર કર્યા હતા. ઈજાગ્રસ્ત ચંદ્રપ્રકાશને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે મૃતકના પુત્રની ફરિયાદ આધારે પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ કેસ નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande