JCI પોરબંદર દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજાઈ
પોરબંદર, 02 એપ્રિલ (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય સંસ્થા જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) દ્વારા સમગ્ર વિશ્વમાં યુવા ઘડતર અને વ્યક્તિત્વ વિકાસ માટે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અને કોમ્પિટિશનો યોજવામાં આવતા હોય છે તેમ પોરબંદરમાં પણ જેસીઆઈની સમગ્ર ટીમની
JCI પોરબંદર દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજાઈ.


JCI પોરબંદર દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજાઈ.


JCI પોરબંદર દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજાઈ.


JCI પોરબંદર દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજાઈ.


JCI પોરબંદર દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજાઈ.


પોરબંદર, 02 એપ્રિલ (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય સંસ્થા જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) દ્વારા સમગ્ર વિશ્વમાં યુવા ઘડતર અને વ્યક્તિત્વ વિકાસ માટે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અને કોમ્પિટિશનો યોજવામાં આવતા હોય છે તેમ પોરબંદરમાં પણ જેસીઆઈની સમગ્ર ટીમની જહેમતથી છેલ્લા 12 વર્ષથી બાળકો અને યુવાનોમાં પડેલી કાબેલિયતને બહાર લાવવા માટે સમયાંતરે અનેક પ્રકારના કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે, તેના ભાગરૂપે તાજાવાલા હોલ ખાતે હેલ્ધી બેબી કોમ્પીટીશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાનાં નાનાં ભૂલકાઓને તૈયાર કરીને પેરેન્ટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જેસીઆઈ પોરબંદર દ્વારા 1થી3 વર્ષ અને 3થી5 વર્ષના બાળકો એમ બે વિભાગમાં હેલ્ધી બેબી, ફેન્સી બેબી, ક્યૂટ બેબી, બ્યુટીફૂલ આંખ અને બ્યુટીફૂલ હેર બેબી આમ પાંચ કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં 60 વિજેતા ભૂલકાંઓને એવોર્ડ અને ગીફ્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાગ લેનાર તમામ બાળકોને પણ સ્યોર ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.આ હેલ્ધી બેબી સ્પર્ધામાં 160 જેટલા બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, તે દરેક બાળકને ડૉ. વિધી કડછા, ડો. યશસ્વીની બદીયાણી, ડો. યેશા શાહ અને વર્ષા હરચડી જેવા નિષ્ણાતોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માપદંડ મુજબ બાળકોનું તબીબી નિરીક્ષણ કરી 60 એવોર્ડ વિજેતા બાળકોનું રિજલ્ટ જાહેર કર્યું હતું.

હેલ્ધીબેબી કોમ્પિટિશનને સફળ બનાવવા લાખણશી ગોરાણીયા અને બિરાજ કોટેચાના માર્ગદર્શન હેઠળ રાત દિવસ જોયા વગર સતત મહેનત કરનાર પ્રમુખ પ્રતિક લાખાણી, સેક્રેટરી વિવેક લાખાણી, પ્રોજેકટ ચેરમેન ચેરમેન અર્જુન કોટેચા, વિશાલ લાખાણી, અક્ષય રાયચુરા, તુષાર એરડા અને જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમે તથા મહિલા વિંગના તમામ સભ્યોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande