
જુનાગઢ 02 એપ્રિલ (હિ.સ.) ગિરનાર રોપ-વે વાર્ષિક મેન્ટેનન્સ અર્થે આગામી તા. ૧૨ થી ૧૮ એપ્રિલ સુધી બંધ રહેશે.ગિરનાર રોપ-વેના મેનેજમેન્ટ દ્વારા જણાવ્યા અનુસાર, રોપ-વેની કામગીરી અને સુરક્ષાના હેતુથી દર વર્ષે કરવામાં આવતું વાર્ષિક મેન્ટેનન્સ હાથ ધરવામાં આવનાર છે.
આ મેન્ટેનન્સ કામગીરીને કારણે તા. ૧૨ એપ્રિલ થી તા. ૧૮ એપ્રિલ ૨૦૨૬ સુધી રોપ-વે સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ સાત દિવસ દરમિયાન મુસાફરો માટે રોપ-વે સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.
મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ, તા. ૧૯ એપ્રિલ ૨૦૨૬ થી રોપ-વે સેવાઓ પુનઃ રાબેતા મુજબ કાર્યરત થશે. એમ ગિરનાર રોપ વે મેનેજમેન્ટની અખબારી યાદીમાં જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ