જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નોડલ અધિકારીઓની નિમણૂક
જુનાગઢ 2 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીલક્ષી કામગીરી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ નોડલ અધિકારીઓને ફરજો સોંપતો આદેશ કર્યો છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિયત માર્ગદર્શિકા મુજબ
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નોડલ અધિકારીઓની નિમણૂક


જુનાગઢ 2 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીલક્ષી કામગીરી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ નોડલ અધિકારીઓને ફરજો સોંપતો આદેશ કર્યો છે.

જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિયત માર્ગદર્શિકા મુજબ ઉપરાંત નિષ્પક્ષ ન્યાય અને પારદર્શક રીતે યોજાય તે માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણીલક્ષી કામગીરી માટે જુદા જુદા નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે. જેમાં આચાર સંહિતા, કાયદો અને વ્યવસ્થા, પોલિંગ સ્ટાફ-મેન પાવર, ચૂંટણીલક્ષી તાલીમ, મતદાર યાદી, બેલેટ પેપર/ પોસ્ટલ બેલેટ ચૂંટણી ખર્ચ દેખરેખનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આચાર સંહિતાની સંકલિત કામગીરી માટે જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર માટે સંલગ્ન તાલુકા વિકાસ અધિકારી અને શહેરી વિસ્તારમાં સલગ્ન ચીફ ઓફિસરની આચારસંહિતાના નોડલ અધિકારી તરીકે કામગીરી કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande