


પોરબંદર, 02 એપ્રિલ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત “વંદે માતરમ @150” વર્ષની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્કૂલના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને “વંદે માતરમ @150”નું અનોખું પ્રદર્શન કર્યું હતું, જે દેશપ્રેમ અને એકતાનું પ્રતિક બની રહ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉજવણી અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરાંત, વિદ્યાર્થીઓ દ્વારા રવિન્દ્રનાથ ટાગોર રચિત ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે મળેલા સન્માન વિશે માહિતીસભર અને પ્રેરણાત્મક ભાષણો આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળા સ્ટાફ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya