હનુમાન જન્મોત્સવમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ રક્તદાન કરી ઉજવણી કરી
પોરબંદર, 02 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના બાલા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશાળ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ
હનુમાન જન્મોત્સવમાં કેન્દ્રીય  મંત્રી મનસુખ માંડવીયાએ રક્તદાન કરી ઉજવણી કરી.

પોરબંદર, 02 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના બાલા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશાળ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સેવા અને સમાજકાર્યમાં પોરબંદરના નાગરિકો હંમેશા અગ્રેસર રહે છે. તેમણે વિશાળ મહારક્તદાન કેમ્પના ભવ્ય આયોજનને બિરદાવતા તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે પોરબંદરના વતનીઓ દેશ-વિદેશમાં ક્યાંય પણ વસતા હોય, છતાં રક્તદાન જેવા પુણ્ય કાર્યમાં સહભાગી થઈને પોતાની સામાજિક જવાબદારી નિભાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને આ અવસરે કેન્દ્રીય મંત્રીએ સ્વયં રક્તદાન કરીને કાર્યક્રમને પ્રેરણાદાયી બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં જુનાગઢ રેન્જના આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા, જિલ્લા ભાજપ પ્રભારી વિમલ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના બેન તિવારી, શહેર પ્રમુખ સાગર મોદી તેમજ અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયા, કેતનભાઈ ગજ્જર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande