
ગાંધીનગર, 02 એપ્રિલ (હિ.સ.) : કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયાએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવનગર સંસદીય ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો હતો.
બેઠક દરમિયાન નિમુબેન બાંભણીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન થયેલ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ એક્સપ્રેસ વે ભાવનગરના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે 'બેકબોન' (કરોડરજ્જુ) સમાન સાબિત થશે. આ ઉપરાંત, તેમણે ભાવનગર જિલ્લામાં આવનાર નવી રોડ પરિયોજના તથા શહેરી વિસ્તારોને જોડતા માર્ગોના આધુનિકીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. નીતિન ગડકરીએ આ રજૂઆતોને હકારાત્મક રીતે સ્વીકારી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ