કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ફટકો : વોર્ડ નં.2 ના સક્રિય નેતા ઋષિરાજસિંહ જાડેજા ભાજપમાં જોડાયા
જામનગર, 02 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે શહેરના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના સક્રિય કાર્યકર ઋષિરાજસિંહ જાડેજા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. શહેર ભા
ચૂંટણી પૂર્વે કોંગ્રેસ ને ફટકો


જામનગર, 02 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે શહેરના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના સક્રિય કાર્યકર ઋષિરાજસિંહ જાડેજા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીના હસ્તે તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ પહેલા ઋષિરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના હાઈકમાન્ડને પત્ર લખીને પોતાના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. શરૂઆતમાં તેમણે 'અંગત કારણો' દર્શાવ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાઈને અટકળોનો અંત લાવ્યા છે.

ઋષિરાજસિંહની સાથે તેમના મિત્ર મંડળ અને મોટી સંખ્યામાં ટેકેદારોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. શાંતિનગર વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા ઋષિરાજસિંહના ભાજપમાં જોડાવાથી વોર્ડ નંબર-2માં ભાજપની પકડ વધુ મજબૂત બનશે તેમ મનાય છે. મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે જ પક્ષ છોડવાની આ ઘટના કોંગ્રેસ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

પોતાના રાજીનામા પત્રમાં તેમણે અગાઉ કોંગ્રેસ દ્વારા મળેલા માર્ગદર્શન અને તક બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જામનગરના વિકાસ માટે અને ભાજપની નીતિઓથી પ્રભાવિત થઈને મેં અને મારા સાથીઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. હવે તેઓ દેશ અને શહેરના વિકાસની વિચારધારા સાથે જોડાઈને ભાજપના નેતૃત્વ હેઠળ કાર્ય કરવા તત્પર છે. જામનગરના રાજકારણમાં આ ફેરબદલ આગામી ચૂંટણીમાં કેવા પરિણામો લાવે છે તે જોવું રસપ્રદ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande