આદિત્યાણા ગામે જુગાર રમી રહેલ 3 શખ્સો ઝડપાયા: એક ફરાર.
પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના આદિત્યાણા ગામે જાહેર ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડયો હતો આ દરમ્યાન ત્રણ શખ્સો ઝડપાયા હતા જયારે એક શખ્સ નાશી જવામા સફળ રહ્યો હતો આદિત્યાણા ગામે દાદર સીમ વિસ્તારમાં જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે ર
આદિત્યાણા ગામે જુગાર રમી રહેલ 3 શખ્સો ઝડપાયા: એક ફરાર.


પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના આદિત્યાણા ગામે જાહેર ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડયો હતો આ દરમ્યાન ત્રણ શખ્સો ઝડપાયા હતા જયારે એક શખ્સ નાશી જવામા સફળ રહ્યો હતો આદિત્યાણા ગામે દાદર સીમ વિસ્તારમાં જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડયો હતો આ દરમ્યાન અરભમ અરસી ઓડેદરા, લીલાભાઇ ભાયા પરમાર અને ધાના ચના મોરીને ઝડપી લીધા હતા જયારે બાલુ વેજા ઓડેદરા નાશી જવામા સફળ રહ્યો હતો પોલીસે સ્થળ પરથી રૂ.33,700નો મુદામાલ કબ્જે કર્યો હતો આ શખ્સો સામે રાણાવાવા પોલીસ સ્ટેશનમા જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande