પાટણમાં ગેરકાયદે હથિયાર વેચનાર આરોપી પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો
પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : પાટણ LCB પોલીસે ગેરકાયદે હથિયારોના વેચાણમાં સંડોવાયેલા સમી તાલુકાના અદગામના સદ્દામ અલુ સાયબન્ના સિંધી (ડફેર)ને પાસા હેઠળ ઝડપી પાડી સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી સામે કુલ 11 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા
પાટણમાં ગેરકાયદે હથિયાર વેચનાર આરોપી પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો.


પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : પાટણ LCB પોલીસે ગેરકાયદે હથિયારોના વેચાણમાં સંડોવાયેલા સમી તાલુકાના અદગામના સદ્દામ અલુ સાયબન્ના સિંધી (ડફેર)ને પાસા હેઠળ ઝડપી પાડી સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી સામે કુલ 11 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા જિલ્લામાં ગેરકાયદે હથિયારોની લે-વેચ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પાસા હેઠળ કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.

પાટણ LCBના પીઆઈ રાકેશ ઉનાગરના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. સેલે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી, જેને જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપી હતી. આરોપી સામે પાટણ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો ઉપરાંત ભચાઉ, ડીસા અને છાપીમાં મળી કુલ 11 ગુનાઓ નોંધાયેલા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande