પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભાજપની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ
પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લામાં 26 એપ્રિલે યોજાનારી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકીય માહોલ ગરમાતા ત્રણ સભ્યોની નિરીક્ષક સમિતિ દ્વારા દાવેદારો અને કાર્યક
પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભાજપની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ.


પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લામાં 26 એપ્રિલે યોજાનારી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકીય માહોલ ગરમાતા ત્રણ સભ્યોની નિરીક્ષક સમિતિ દ્વારા દાવેદારો અને કાર્યકરોના અભિપ્રાયો મેળવવાની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે.

આ સમિતિમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, બાબુભાઈ જેબલીયા અને દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે. નિરીક્ષકો અલગ-અલગ સ્થળોએ દાવેદારોની રજૂઆતો સાંભળી રહ્યા છે અને કાર્યકરો પાસેથી ઉમેદવારો અંગે પ્રતિસાદ મેળવી રહ્યા છે.

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જ્યારે હારીજની રોહિત કોટન ઇન્ડસ્ટ્રી ખાતે હારીજ, શંખેશ્વર અને ચાણસ્મા તાલુકાના ઉમેદવારોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. બંને સ્થળોએ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.

પાટણની 44 અને સિદ્ધપુરની 36 બેઠકો સહિત કુલ 80 બેઠકો માટે પ્રક્રિયા ચાલી રહી છે. નિરીક્ષકોના અહેવાલના આધારે પાર્લામેન્ટરી બોર્ડ અંતિમ ઉમેદવારો નક્કી કરશે અને ટૂંક સમયમાં નામ જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande