મોઢેરા-બેચરાજી હાઇવે પર સ્વચ્છતા અભિયાન, સફાઈ કામગીરી તેજ
મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.) આજ રોજ મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે બેચરાજી-મહેસાણા હાઇવે પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ હાઇવેને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાનો તેમજ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફ
મોઢેરા-બેચરાજી હાઇવે પર સ્વચ્છતા અભિયાન, સફાઈ કામગીરી તેજ


મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.)

આજ રોજ મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે બેચરાજી-મહેસાણા હાઇવે પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ હાઇવેને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાનો તેમજ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન માર્ગની બંને બાજુ એકત્ર થયેલ કચરો, પ્લાસ્ટિક અને અન્ય અશુદ્ધિઓ દૂર કરવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓ સાથે સ્થાનિક લોકો અને સ્વયંસેવકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું.

સંબંધિત અધિકારીઓએ સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું અને નિયમિત રીતે આવી સફાઈ અભિયાન યોજવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. સાથે જ લોકોને પણ કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.

આ અભિયાન દ્વારા હાઇવે પર સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ નિર્માણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

આવા પ્રયાસોથી પર્યાવરણનું સંરક્ષણ થશે અને મુસાફરોને વધુ સ્વચ્છ અને સુખદ મુસાફરીનો અનુભવ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande