મોટા મુંજીયાસર ગામે વિકાસ કાર્યોનો ધમાકો, લાખો રૂપિયાના પ્રોજેક્ટનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત
અમરેલી,03 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે વિવિધ વિકાસ કાર્યોને લઈને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. ગામમાં પાણી, માર્ગ અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓને મજબૂત બનાવવા માટે કુલ લાખો રૂપિયાના પ્રોજેક્ટ્સનો લોકાર્
મોટા મુંજીયાસર ગામે વિકાસ કાર્યોનો ધમાકો, લાખો રૂપિયાના પ્રોજેક્ટનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત


અમરેલી,03 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે વિવિધ વિકાસ કાર્યોને લઈને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. ગામમાં પાણી, માર્ગ અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓને મજબૂત બનાવવા માટે કુલ લાખો રૂપિયાના પ્રોજેક્ટ્સનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યો.

આ અંતર્ગત પાણીના કૂવા અને પાઇપલાઇન માટે અંદાજિત રૂ. 35 લાખ, બ્લોક રોડ માટે રૂ. 20 લાખ, ગટર લાઇન માટે રૂ. 15 લાખ તેમજ અમરેલી જિલ્લા પંચાયત દ્વારા ડેમ માટે ફાળવવામાં આવેલ રૂ. 12 લાખના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ તમામ કાર્યો ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પ્રસંગે ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય જે વી કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં આધારભૂત સુવિધાઓનો વિકાસ સરકારની પ્રાથમિકતા છે અને આવા પ્રોજેક્ટ્સથી ગામલોકોના જીવનસ્તરમાં સુધારો આવશે.

ગામજનોમાં આ વિકાસ કાર્યોને લઈને આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. પાણી, માર્ગ અને ગટર જેવી સુવિધાઓથી રોજિંદી જીવન સરળ બનશે અને સ્વચ્છતા તેમજ આરોગ્યમાં પણ વધારો થશે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande