જિલ્લા કલેક્ટર દ્વારા મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અચાનક તપાસણી
મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.) જિલ્લા કલેક્ટર દ્વારા મહેસાણા શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ સ્ટેશનની કામગીરીની વિગતવાર તપાસણી કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુન્હા રજીસ્ટર સહિતના વિવિધ રજીસ્ટરોની સુચિત ર
જિલ્લા કલેક્ટર દ્વારા મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અચાનક તપાસણી


મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.)

જિલ્લા કલેક્ટર દ્વારા મહેસાણા શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ સ્ટેશનની કામગીરીની વિગતવાર તપાસણી કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુન્હા રજીસ્ટર સહિતના વિવિધ રજીસ્ટરોની સુચિત રીતે ચકાસણી કરવામાં આવી હતી.

કલેક્ટરએ નોંધપોથીમાં થયેલી એન્ટ્રીઓ, કેસોની સ્થિતિ અને કામગીરીની પારદર્શકતા અંગે માહિતી મેળવી હતી. સાથે જ ગુન્હાઓની નોંધણી અને તપાસની પ્રક્રિયા યોગ્ય રીતે ચાલી રહી છે કે નહીં તે અંગે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

તપાસણી દરમ્યાન સંબંધિત પોલીસ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી. જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા, ગુન્હાઓ પર ઝડપી નિયંત્રણ લાવવા અને સમયસર કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, પોલીસ સ્ટાફને જનતા સાથે સકારાત્મક અને વિશ્વાસપૂર્ણ સંબંધ જાળવવા તથા ફરજ પ્રત્યે નિષ્ઠા રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ મુલાકાતથી પોલીસ સ્ટેશનની કામગીરીમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા આવશે તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande