ખેડૂતની દીકરીએ મેળવ્યો ગોલ્ડ મેડલ, અમરેલીનું ગૌરવ વધાર્યું
અમરેલી, 03 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડૂત પરિવારોના દીકરા-દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધી રહ્યા છે અને પોતાના પરિશ્રમથી નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. તેવી જ એક ગૌરવભરી સિદ્ધિ રાજુલા તાલુકાના આગરિયા ગામમાંથી સા
ખેડૂતની દીકરીએ મેળવ્યો ગોલ્ડ મેડલ, અમરેલીનું ગૌરવ વધાર્યું


ખેડૂતની દીકરીએ મેળવ્યો ગોલ્ડ મેડલ, અમરેલીનું ગૌરવ વધાર્યું


અમરેલી, 03 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડૂત પરિવારોના દીકરા-દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધી રહ્યા છે અને પોતાના પરિશ્રમથી નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. તેવી જ એક ગૌરવભરી સિદ્ધિ રાજુલા તાલુકાના આગરિયા ગામમાંથી સામે આવી છે, જ્યાં ખેડૂત પરિવારની દીકરીએ માસ્ટર ઓફ આર્ટસમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

આગરિયા ગામની રહેવાસી શિવાનિબેન રમેશભાઈ જાલધરાએ ભાવનગર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં માસ્ટર ઓફ આર્ટસમાં 73 ટકા ગુણ સાથે ઉત્તમ પરિણામ મેળવી રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતી શિવાનિબેનની આ સિદ્ધિ ગામ અને જિલ્લામાં ગૌરવની લાગણી જગાવે છે.

શિવાનિબેને પોતાના શૈક્ષણિક જીવન વિશે જણાવ્યું કે તેઓએ ધોરણ 1 થી 8 સુધી આગરિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ માટે ગયા હતા. આગળ જઈ તેમણે ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં બેચલર ઓફ આર્ટસ, બી.એડ અને માસ્ટર ઓફ આર્ટસનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમની સતત મહેનત અને સંકલ્પના પરિણામે આજે તેઓ આ ઉચ્ચ સિદ્ધિ સુધી પહોંચી શક્યા છે.

પરિવારમાં તેમના પિતા ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે, જ્યારે માતા ગૃહિણી છે. મર્યાદિત સંસાધનો હોવા છતાં પરિવારે હંમેશા શિવાનિબેનને પ્રોત્સાહન અને સહકાર આપ્યો હતો, જે તેમની સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયો છે.

ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા બાદ શિવાનિબેને પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ મેડલ માત્ર એક ટ્રોફી નથી, પરંતુ મારી સખત મહેનતની સુંદર સ્વીકૃતિ છે. આ સફળતા માત્ર મારી નથી, પરંતુ મારા માતા-પિતા, પરિવારજનો, ગુરુજનો અને માર્ગદર્શકોના સહકારનું પરિણામ છે. તેમણે હંમેશા મને પ્રોત્સાહિત કરી અને મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહ્યા.”

તેમણે વધુમાં જણાવ્યું કે આ સન્માન તેમને વધુ જવાબદાર બનાવે છે અને ભવિષ્યમાં વધુ મહેનત કરીને પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન આપવાની પ્રેરણા આપે છે. સાથે જ તેઓ સમાજ અને દેશનું નામ રોશન કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.

શિવાનિબેનની આ સિદ્ધિ ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તેમની કહાની એ સાબિત કરે છે કે સંજોગો કેવી પણ હોય, જો મહેનત, લગન અને આત્મવિશ્વાસ હોય તો સફળતા જરૂર મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande