મહેસાણામાં પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણ, જીવદયાનું અનોખું અભિયાન
મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.) આજે મહેસાણા ખાતે મસિયા મહાદેવ મંદિર, માલગોડાઉન પટાંગણમાં ‘પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉનાળાની આકરી ગરમી દરમિયાન અબોલ પક્ષીઓને પ
મહેસાણામાં પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણ, જીવદયાનું અનોખું અભિયાન


મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.)

આજે મહેસાણા ખાતે મસિયા મહાદેવ મંદિર, માલગોડાઉન પટાંગણમાં ‘પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉનાળાની આકરી ગરમી દરમિયાન અબોલ પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવા હેતુથી આ સેવાકીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે જીવદયા તરફ એક પ્રશંસનીય પહેલ છે.

કાર્યક્રમમાં હાજરી આપનાર મહાનુભાવોએ આ પ્રકારની પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવી લોકોને પણ તેમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. આ આયોજન બદલ શહેર ભાજપા પ્રમુખ શ્રી કિરણસિંહ રાણા, મહેસાણા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ડો. પ્રો. શ્રી રમેશભાઈ એન. પટેલ, ભાજપના સક્રિય સભ્ય દિલીપસિંહ જાડેજા તથા બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી અલ્પેશજી ઠાકોરને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નાગરિકોને પોતાના ઘરઆંગણે અથવા અગાસી પર પક્ષીઓ માટે પાણીના કુંડા મુકવા અને ચણની વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી હતી.

આવા સેવાકીય પ્રયાસો પ્રકૃતિના સંરક્ષણ અને જીવદયાના સંદેશને મજબૂત બનાવે છે, તેમજ સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande