અમરેલીના શીલાણા ગામે રૂ. 36 લાખના પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
અમરેલી, 03 એપ્રિલ (હિ.સ.) : શિલાના ખાતે અંદાજિત રૂ. 36 લાખના ખર્ચે નિર્માણ પામેલા પેટા આરોગ્ય કેન્દ્રનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા આરોગ્ય કેન્દ્રના પ્રારંભથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહ
શીલાણા ગામે રૂ. 36 લાખના પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ


અમરેલી, 03 એપ્રિલ (હિ.સ.) : શિલાના ખાતે અંદાજિત રૂ. 36 લાખના ખર્ચે નિર્માણ પામેલા પેટા આરોગ્ય કેન્દ્રનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા આરોગ્ય કેન્દ્રના પ્રારંભથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ લોકાર્પણ પ્રસંગે ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ બનાવવા પ્રતિબદ્ધ છે અને આવી સુવિધાઓથી લોકો સુધી ઝડપી અને ગુણવત્તાસભર સારવાર પહોંચશે.

આ પેટા આરોગ્ય કેન્દ્ર શરૂ થતા હવે શીલાણા અને આસપાસના ગામોના લોકોને સામાન્ય સારવાર માટે દૂર શહેરમાં જવાનું ટળશે. પ્રાથમિક સારવાર, માતા-શિશુ આરોગ્ય સેવાઓ અને આરોગ્ય ચકાસણીઓ જેવી સુવિધાઓ ગામે જ ઉપલબ્ધ થશે.

સ્થાનિક લોકોમાં આ પ્રોજેક્ટને લઈ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનો માટે આ કેન્દ્ર આશીર્વાદ સમાન બની રહેશે અને આરોગ્યક્ષેત્રે મહત્વપૂર્ણ બદલાવ લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande