મહેસાણા શહેરના સર્વાંગી વિકાસ માટે નવી યોજનાઓનો શુભારંભ
મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.) મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાતી 5 નવીન મિનરલ વોટર પ
મહેસાણા શહેરના સર્વાંગી વિકાસ માટે નવી યોજનાઓનો શુભારંભ


મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.)

મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાતી 5 નવીન મિનરલ વોટર પ્લાન્ટ, સ્માર્ટ લાયબ્રેરી અને ટ્યુબવેલ જેવી સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ તમામ પ્રકલ્પોનો શુભારંભ ધારાસભ્ય તથા જિલ્લાના અગ્રણીઓ અને પદાધિકારીઓના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શહેરના વિકાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને આ પ્રોજેક્ટ્સથી નાગરિકોને સીધી સુવિધા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નવી મિનરલ વોટર પ્લાન્ટ દ્વારા શુદ્ધ પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ થશે, જ્યારે સ્માર્ટ લાયબ્રેરીથી વિદ્યાર્થીઓ અને યુવાનોને આધુનિક અભ્યાસ સુવિધાઓ મળશે. ટ્યુબવેલની વ્યવસ્થા શહેરમાં પાણી પુરવઠાને મજબૂત બનાવશે.મહેસાણા શહેરના વિકાસમાં આ પ્રકલ્પો મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે અને નાગરિકોના જીવનસ્તરને વધુ સુધારશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande