સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે આરઓ-એઆરઓનો તાલીમ વર્ગ યોજાયો
મહેસાણા, 03 એપ્રિલ (હિ.સ.) મહેસાણા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓના સફળ આયોજન માટે કલેક્ટર કચેરી ખાતે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જશવંત કે. જેગોડાના અધ્યક્ષસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે RO-AROનો તાલીમ વર્ગ યોજાયો


મહેસાણા, 03 એપ્રિલ (હિ.સ.) મહેસાણા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓના સફળ આયોજન માટે કલેક્ટર કચેરી ખાતે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જશવંત કે. જેગોડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ તાલીમ વર્ગમાં જિલ્લાના RO, ARO તથા નોડલ અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.

શ્રી જેગોડાએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્ઠાપૂર્વક પૂર્ણ થાય તે માટે તમામે જવાબદારી સાથે કામગીરી કરવી જરૂરી છે. તેમણે વહીવટી ક્ષતિ ટાળવા માટે અગાઉથી સજ્જ થવા અને રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શનોનું કડક પાલન કરવા ભાર મુક્યો હતો.

તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર તરીકે વિસનગરના પ્રાંત અધિકારી વિકાસ રાતડા અને નાયબ કલેક્ટર દેવાંગ રાઠોડે અધિકારીઓને કાયદાકીય જોગવાઈઓ અને કામગીરીની ઝીણવટભરી સમજ આપી હતી. સાથે જ ઉપસ્થિત અધિકારીઓના પ્રશ્નોના નિવારણ દ્વારા પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયત, મહાનગરપાલિકા તથા નગરપાલિકાના ચૂંટણી કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ અધિકારીઓને સંકલન સાથે અને આચારસંહિતાનું પાલન કરી ચૂંટણી સફળ બનાવવા સૂચના અપાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande