સુરતમાં બુલેટ ટ્રેન માટે આધુનિક મેન્ટેનન્સ ડેપો તૈયાર થઈ રહ્યો છે
સુરત, 03 એપ્રિલ (હિ.સ.): મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં સાબરમતી અને સુરત તેમજ મહારાષ્ટ્રના થાણે ખાતે કુલ ત્રણ રોલિંગ સ્ટોક ડેપો બનાવવાના આયોજનમાં સુરતનો ડેપો ઝડપથી આગળ વધી રહ્યો છે. લગભગ 27 હેક્ટર વિસ્તારમાં બનેલો આ ડેપો સુરત બુ
Surat


સુરત, 03 એપ્રિલ (હિ.સ.): મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં સાબરમતી અને સુરત તેમજ મહારાષ્ટ્રના થાણે ખાતે કુલ ત્રણ રોલિંગ સ્ટોક ડેપો બનાવવાના આયોજનમાં સુરતનો ડેપો ઝડપથી આગળ વધી રહ્યો છે. લગભગ 27 હેક્ટર વિસ્તારમાં બનેલો આ ડેપો સુરત બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 2 કિલોમીટર દૂર સ્થિત રહેશે અને ટ્રેનોના જાળવણી કેન્દ્ર તરીકે કાર્ય કરશે.

આ ડેપોમાં ટ્રેનસેટની દૈનિક તપાસ અને મરામત માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. અહીં ઇન્સ્પેક્શન પિટ, વોશિંગ પ્લાન્ટ, તેમજ સ્ટેબલિંગ લાઇન જેવી વ્યવસ્થાઓ રહેશે. હાલમાં બે લાઇન પર કામ ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં ચાર લાઇન બનાવવાની યોજના છે.

ઉપરાંત, અચાનક થતી ખામીઓ માટે અનશેડ્યૂલ રિપેર અને વ્હીલ રિ-પ્રોફાઇલિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ તમામ વ્યવસ્થાઓના કારણે ટ્રેનોનું નિયમિત નિરીક્ષણ સરળ બનશે, જે સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, ખાસ કરીને 320 કિમી પ્રતિ કલાક ઝડપે દોડતી બુલેટ ટ્રેનો માટે.

આ ડેપોનું નિર્માણ IRCON ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેનો સ્થાન નિયોલ રેલવે સ્ટેશનની નજીક પસંદ કરવામાં આવ્યું છે, કારણ કે તે મુખ્ય રૂટ પર આવેલું છે અને સુરત-બિલીમોરા વચ્ચેના પ્રથમ તબક્કા માટે અનુકૂળ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી સુરત બુલેટ ટ્રેન વ્યવસ્થામાં મહત્વનું કેન્દ્ર બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande